છોટા ઉદેપુર

*1996 બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બનાવ્યું કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદ *

પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઇ કોલીની બિનહરીફ વરણી કરવામાં આવી જ્યારેભાજપમાં જોડાયેલ પરવેઝભાઈ મકરાણીની ઉપ પ્રમુખ તરીકે બિનહરીફ તરીકે વરણી કરાઈ ,

 

છોટાઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઇ કોલીની બિનહરીફ વરણી કરવામાં આવી

 

ભાજપમાં જોડાયેલ પરવેઝભાઈ મકરાણીની ઉપ પ્રમુખ તરીકે બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી

 

1996 બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બનાવ્યું કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદ 


લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા રાઠવા વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સૌરભભાઈ શાહ તથા જિલ્લા સહિત ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ ની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ વરણી કરવામાં આવી

 

           છોટાઉદેપુર નગરપાલિકા ના પ્રમુખ ની ચૂંટણી આજરોજ 5 માર્ચ 2025ના ચૂંટણી અધિકારી વિમલ બારોટ અને ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડ ના અધ્યક્ષ સ્થાને નગર સેવા સદન ખાતે 3 કલાકે યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોય જે અંતર્ગત બિન હરિફ તરીકે મંજુલાબેન કિશનભાઇ કોલી અને ભાજપમાં જોડાયેલ પરવેઝભાઈ મકરાણીની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરમાં 1996 બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી સત્તા હાંસલ કરી બોર્ડ બનાવ્યું છે જેથી કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે   

           છોટાઉદેપુર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ જેની મતગણતરી તારીખ 18 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી જે માંથી પાલિકા બોર્ડ માટે 28 બેઠકો ઉપરથી વિવિધ પાર્ટીઓ માંથી તથા અપક્ષ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા જેમાં ભાજપને 8 બહુજન સમાજ પાર્ટીને 4 કોંગ્રેસ 1 સમાજવાદી પાર્ટીને 6 ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 અને નવનિર્માણ મંચ ને 1 તથા 4 અપક્ષ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા જેમાંથી 3 અપક્ષ 6 સમાજવાદી પાર્ટી 3 બહુજન સમાજ પાર્ટી ના ચૂંટાયેલા સભ્યો પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેથી ભાજપનું સંખ્યાબળ 20 થઈ ગયું હતું અને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા રાઠવા વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સૌરભભાઈ શાહ તથા જિલ્લા સહિત ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!