ઉજેડીયા વાયા તલોદ -હિંમતનગર હાઈવેનું ૨૯.૩૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે – વાંચો અહેવાલ
પ્રાંતિજ ધારાસભ્યની મહેનત રંગ લાવી -રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી
તલોદ બ્રેકીગ ન્યુઝ – હિતેશ શાહ
અમદાવાદ-મોડાસા સ્ટેટ હાઈવેને જોડતો ઉજેડીયા વાયા તલોદ સાબરડેરી -હિંમતનગર માર્ગની કાયાપલટ માટે રાજય સરકાર દ્વારા રૂ.૨૯.૩૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપરોકત સ્ટેટ હાઈવેને જોડતો ઉજેડીયા રોડ જે તાલુકા મથક તલોદને ઉપરાંત તલોદ થી વાયા રામપુરા- સાબરડેરી જે જિલ્લા મથક હિંમતનગરને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગનું ચોમાસા દરમ્યાન પડેલા વરસાદ દરમ્યાન મોટા પ્રમાણમાં ધોવાણ થતાં ઠેર ઠેર ગાબડા અને ચીથરેહાલ થતાં આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો રામપુરા ચોકડી પહોંચતા પહોંચતા તો તોબા પોકારી ઉઠતા હતા.સત્વરે માર્ગનું મરામત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. આ મુદ્દે સ્થાનિક સહિત તલોદ-પ્રાંતિજ અને જિલ્લાવાસીઓ આ મુદ્દે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.
જે રજૂઆતો ને ધ્યાને લઈ ધારાસભ્યે રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆત કરતાં રાજ્ય સરકાર દ્વારા આ માર્ગના નવિનીકરણ માટે માતબર રકમ રૂ.૨૯ કરોડ ૩૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરતા આ તબક્કે સ્થાનિક આગેવાનો, વાહન ચાલકોએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ માર્ગના નવિનીકરણ થતાં જ વાહનોના ઈંધણ મેન્ટેનન્સ અને સમયનો બચાવ થશે ઝડપી જિલ્લા મથકે પહોચી શકાશે તેવો આશાવાદ વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
Tags
Sabarkantha News