તલોદ સહિત તાલુકા પંથકમાં ગરમીનુ ધીમા પગલે આગમન થી જનજીવન થયું પ્રભાવિત
તલોદ ન્યુઝ -હિતેશ શાહ
સમગ્ર રાજ્યમા થી શિયાળુ મોસમ ની વિદાય ની ઘડીઓ ઘણાઇ રહી છે.ધીમા પગલે ઉનાળુ સિઝનના આગમનન થતા રાત્રી દરમ્યાન સામાન્ય ઠંડી દિવસ દરમ્યાન ગરમી બંન્ને ઋતુનો અહેસાસ થતા જનજીવન પ્રભાવિત થયું છે.
ત્યારે સાબરકાંઠા જિલ્લામા તલોદ સહિત તાલુકા પંથકમાં પણ ઉનાળા ના ધીમા પગલે આગમનને પગલે શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર ના પ્રજાજનો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.જેને કારણે બપોર થતા જ શહેરી,મહોલ્લા,ફળીયા,સોસાયટી અને જાહેર રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે.મનુષ્ય તો ગરમી થી રક્ષણ મેળવવા માટે ઘર,ઓફીસ,દુકાનો પુરાઇ રહી પંખા,એસી,કુલરનો ઉપરાત લીંબુ પાણી,ઠંડા પીણાનુ સેવન કરી સહારો મેળવી લેશે.પરંતુ પશુ પંખી,પ્રાણીઓ ની હાલત દયનીય થઈ છે.
તલોદ શહેર સહિત તાલુકાના હરસોલ, તાજપુર કેમ્પ, રોઝડ,રણાસણ,વાવડી, સલાટપુર, ઉજેડીયા સહિત નાના મોટા સેન્ટરો ઉપર ઠેર ઠેર સિઝનેબલ ધંધા કરતા લોકો ટેન્ટ ઉભા કરી શેરડી રસ,કેરી જ્યુસ,આઇસ ગોલા ના ટેન્ટો જોવા મળી રહ્યા છે.ગરમી થી અને ડી હાઇડ્રેશન થઈ બચવા પ્રજાજનો પણ સતર્ક બન્યા છે.ગરમીમા બપોના સમય દરમ્યાન બિનજરૂરી બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે.