Uncategorized

તલોદના ઈલેક્ટ્રોનિક્સના વેપારી સાથે ૯.૭૬ લાખની સ્ટોર મેનેજરે આચરી છેતરપિંડી

તલોદના ઈલેક્ટ્રોનિક્સના વેપારી સાથે ૯.૭૬ લાખની સ્ટોર મેનેજરે આચરી છેતરપિંડી

હેડ ઓફીસ થી ફોન આવતા સમગ્ર છેતરપિંડીનો ફૂટ્યો ભાંડો

માલિકની ગેરહાજરીનો લાભ લઈ સ્ટોર મેનજરે લાખ્ખો રૂપિયાની કરી છેતરપિંડી

 

તલોદ ન્યુઝ – હિતેશ શાહ

તલોદ શહેરના ઈલેક્ટ્રોનીક્સના વેપારી સાથે અન્ય કોઈ નહી પણ તેના જ સ્ટોર મેનેજરે માલિકની ઘેર હાજરીનો લાભ ઉઠાવી મોઘાદાટ ભાવના મોબાઈલ અને વૉશીગ મશીન સહિત ઈલેક્ટ્રોનીક્સ વસ્તુઓનું વેચાણ કરી રૂ.૯.૭૬ લાખની છેતરપિંડી આચરતા સ્ટોર માલિકની ફરિયાદને આધારે તલોદ પોલીસે સ્ટોર મેનેજર સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે અંગે તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું તલોદ શહેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રામપાલ શાહ ની બજાર મધ્યે કોર મોબાઈલ ની ફેંચાઈઝી સ્ટોર આવેલો છે.આ સ્ટોર ઉપર પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામના સોહમ શૈલેષ પટેલ પ્રતિમાસ રૂ.૩૩.૩૩૩ ના પગાર થી સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતો અને સ્ટોર નું સંચાલન કરતો હતો. પરંતુ થોડાક સમય પહેલા જીતેન્દ્ર શાહને પથરી ની બિમારીના કારણોસર સ્ટોર ઉપર પુરતો સમય અને દેખરેખ ન રાખી શકતા સ્ટોર માલિકની ઘેર હાજરીનો લાભ ઉઠાવી સ્ટોર મેનેજર સોહમે મોબાઈલ સ્ટોરમાં ઉપલબ્ધ મોઘા ભાવના એપલ, આઈફોન,સેમસંગ, ઓપો વગેરે કંપનીના મોબાઈલ ફોન ખોટા બિલો બનાવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ ડીએમ મોબાઈલ દુકાનના માલિક દાનીશભાઈને વેચાણ કરી નાણાં રોકડા કરી લીધા હતા.જે વેચેલ મોબાઈલ પૈકી એકાદ મે મોબાઈલ એક્ટીવ થતાં ફ્રેંચાઈઝી હેડ ઓફીસ જય જલારામ લિમિટેડ-અમદાવાદ થી સ્ટોર માલિક ઉપર ફોન કરી જાણ કરતા મોબાઈલ એક્ટીવ થયેલ છે.

પરંતુ તેનું બિલ બન્યું નથી તપાસ કરવા સ્ટોક મેન્ટેન કરવા જણાવતા સ્ટોર મેનેજર સોહમ પટેલની હાજરીમાં સ્ટોક મેળવતા સ્ટોર ઉપરથી કુલ ૧૯ મોબાઈલ તથા એક વૉશિંગ મશીન મળી કુલ રૂ.૯.૭૬.૨૭૪ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતાં વેપારીના હોશ ઉડી ગયા હતા.આ નાણા ક્યાં ગયા તે મુદ્દે માલિકે, પોલીસે પુછતાછ કરતાં સોહમે જણાવ્યું કે તે ઓનલાઈન ગેમમાં હારી ગયો છે. ટુંક સમયમાં મેનેજ કરી આપવાની વાત કર્યા બાદ વારંવાર ઉઘરાણી અને બેઠકો કરવા છતાં નાણાં નહી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોઈ આ મુદ્દે જીતેન્દ્ર રામપાલની ફરિયાદને આધારે તલોદ પોલીસે સોહમ શૈલેષ પટેલ રહે.બાલીસણા સામે કલમ ૪૨૦,૪૦૬,૪૫૯,૪૬૮,૪૭૧ મુજબ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું એ.એસ.આઈ જયપાલસિંહે માહિતી આપતા જણાવ્યું હતું.

જય જલારામ લિમિટેડમાંથી ફોન આવ્યો અને ભાંડો ફૂટયો

તલોદ શહેરમાં કોર મોબાઈલની ફેંચાઈઝી ચલાવતા વેપારીને તેની લિમિટેડ કંપનીમાંથી મોબાઈલ એકટીવ થયા બાદ ફોન આવતા સમગ્ર છેતરપિંડીના કેસનો ભાંડો ફૂટયો છે.ત્યારબાદ સ્ટોર માલિકની ફરિયાદને આધારે પોલીસે સ્ટોર મેનેજર સામે છેતરપિંડીનો ગુનોં નોધી અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઓનલાઈન ગેમના રવાડે ચડેલા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો

આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બધુ હાથ વગુ થઈ ગયું છે.પહેલાના જમાનાની ગ્રામ્ય રમતો વિસરાઈ રહી છે. હવે ઓનલાઈનના યુગમાં અનેક યુવાનધન ઓનલાઈન ગેમના રવાડે ચડયા છે. તેમ ક્યારેક મોટી ખોટ અથવા નુકસાન થવાથી આત્મહત્યા અથવા તો કાયદો અને કાનૂનને હાથમાં લઈ લૂંટ, ચોરી, છેતરપિંડી જેવા કિસ્સામાં લપેટાઈ જતાં હોય છે. ત્યારે પ્રાંતિજના બાલીસણા ગામનો યુવાન પણ આ જ રીતે ઓનલાઈન ગેમના રવાડે ચડ્યો આખરે જ્યાં ફરજ બજાવતો હતો ત્યાં જ છેતરપિંડીની ઘટનાને અંજામ આપતા હાલ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે. ત્યારે આ બધી બદીઓથી ઘેરાયેલા યુવાનો માટે તલોદનો આ કિસ્સો ચેતવણી અને લાલબત્તી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!