તલોદના અણખોલ માં થી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
તલોદ ન્યુઝ -હિતેશ શાહ
તલોદ તાલુકાના અણખોલ માં થી ચેક રીટર્ન કેસમાં નાસતા ફરતા આરોપીને તલોદ પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.
તલોદ તાલુકાના અણખોલ માં રહેતા રાજેન્દ્ર જગતસિંહ ચૌહાણ ને જ્યુ.મેજીસ્ટ્રેટ સિવિલ કોર્ટ તલોદ બે વર્ષ અગાઉ ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ.૭ લાખ ૮૬ હજારનો દંડ હટકાર્યો હતો.જે સજાના ગુનામાં પોલીસ પકડથી બચવા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો.જે ગતરોજ તેના ઘરે આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે તલોદ પોલીસે તેના ઘરેથી રાજેન્દ્રસિહ ચૌહાણ ની અટકાયત કરી હિમતનગર સબજેલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું એ.એસ.આઇ જયપાલસિહ માહિતી આપતા જણાવ્યું હતું
Tags
Sabarkantha News