તલોદગામ પ્રા.શાળા ના બાળકો એ નર્સરી અને જી.આઇ.ડી.સી મુલાકાત લીધી
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ ગામ પ્રાથમિક શાળા ના બાળકો ને નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ પ્રત્યક્ષ શિક્ષણ ના ભાગરૂપે બાળકો વૃક્ષ ઉછેર,નર્સરી વ્યવસાય, પર્યાવરણ માં વૃક્ષો નું યોગદાન તેમજ લઘુ ઉદ્યોગ ના વ્યવસાય થી પરિચિત થાય બાળકો આ ઉદ્યોગો માટે જરૂરી સ્કીલ ડેવલપમેન્ટ કરી શકે અને સ્થાનિક રોજગારી ની તકો થી પરિચિત બને તે ઉદ્દેશ સાથે તલોદ ગામ પ્રાથમિક શાળા ના બાળકો એ આજે નર્સરી અને જીઆઇડીસી ની મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યુ હોવાનુ શિક્ષક જયેશ ચૌધરી જણાવ્યું હતું.