હોલિકા પર્વની પૂર્વ સંધ્યા એ ગમખ્વાર અકસ્માત, ઘરેથી નોકરી જવા નિકળેલ આધેડને માર્ગમાં મોત ભેટ્યું – વાચો અહેવાલ
કારની ટકકરે આધેડ લોહીયાળ ઇજાનો ભોગ બન્યા , તલોદ , હિમતનગર ખાતે સારવાર અર્થે ખસેડાયા, હિમતનગર હોસ્પિટલ માં આધેડે લીધા અતિમ શ્વાસ
તાજપૂર નાના ચેખલા એપ્રોચ માર્ગ ઉપરનો જીવલેણ બનાવ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સપ્તરંગી રંગોત્સવ ના પર્વ હોળી અને ધુળેટી પર્વની પૂર્વ સંધ્યા એ તલોદના તાજપુર થી ચેખલા જતા રોડ ઉપર પંથકમાં સર્જાયેલ કાર અને બાઇક વચ્ચેના જીવલેણ અકસ્માત માં ગંભીર રીતે ઈજાનો ભોગ બનેલ લંઘાના મઠ ગામના આધેડ નું હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજતા ગામ પંથકમાં શોકની કાલિમા છવાઇ ગઈ હતી..
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના લંઘાના મઠ ગામના સુરેશપુરી મંગળપુરી ગોસ્વામી રંગોત્સવ ના પર્વ હોળીની પૂર્વ સંધ્યા શનિવાર સાંજના સુમારે ઘરેથી અમદાવાદ નોકરી જવા અર્થે નિકળ્યા હતા.તેઓ નિત્યક્રમ પ્રમાણે ઘરેથી પોતાના કબ્જાની બાઇક લઈને તાજપુર કેમ્પ ખાતે આવતા અને તાજપુર ખાતે બાઇક મુકી અન્ય વાહન થકી અમદાવાદ ખાતે નોકરી અર્થે જતા હતા.તેવી જ રીતે આજે ઘરેથી પોતાના કબ્જાની બાઇક ઉપર નિકળ્યા બાદ આજે સાજના સુમારે સામેથી આવતી ઈકો કારના ચાલકે સુરેશપુરી ગોસ્વામી ની બાઈક ને જોરદાર ટકકર મારી અડફેટમા લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિકો મોટી સંખ્યામા દોડી આવી થયેલ માર્ગ અકસ્માત માં ગંભીર રીતે ઈજાનો ભોગ બનેલ સુરેશપુરી ગોસ્વામી ને તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર હાથ ધરી વધુ સારવાર અર્થ હિમતનગર ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેમની તબિબિ સારવાર કારગત નિવડે તે પહેલા કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજ્યા ના સમાચાર પરિવારજનોને મળતા પરિવાર જનો રોકકડ કરી મુકતા ગોસ્વામી પરિવાર માં રંગોત્સવનો પર્વ માતમમા ફેરવાઈ જતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જે બનાવ ની જાણ તલોદ પોલીસ ને થતા પુંસરી આ.પો.લાખાભાઇ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે અને હિમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચી કાર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે જણાવ્યું હતું