ગણેશ મહોત્સવ ને લઈ છોટા ઉદેપુર પંથકમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ફળિયે ફળિયે શ્રીજી ની સ્થાપના ને લઈ પંડાલો સજાવી દેવામાં આવ્યા છે. હવે ગણેશજી ના આગમન ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય મંડળો દ્વારા ભારે ધામધૂમથી આગમન યાત્રા યોજી શ્રીજી ને લાવી રહ્યા છે. આજે પુરોહિત ફળિયા યુવક મંડળ ના દાદા ની વાજતે ગાજતે ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. આતશબાજી અને ગરબા ની ધૂમ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ગદાધારી મહાબલી શ્રીરામ ભક્ત હનુમાનજી આગમન યાત્રા નું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રીજી ને નિહાળવા ફળિયે ફળિયે થી લોકટોળા ભેગા થયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા ના જય ઘોષ સાથે દાદા ને વધાવ્યા હતા