છોટા ઉદેપુર
નસવાડી ખાતે ડુંગર વિસ્તારમાં નિશાના ૨૪ વર્ષ ની યુવતીએ ઝેર પીધું
વિધર્મી યુવક દ્વારા બળજબરી સંબંધ રાખવા ધમકી આપતો હોવાથી યુવતીએ ઝેરી દવા પી ને જીવન ટુંકાવ્યું
છોટા ઉદેપુર જિલ્લા ના નસવાડીના ડુંગર વિસ્તારમાં નિશાના ગામની ૨૪ વર્ષીય પરણીત આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આત્મ હત્યા કરી હતી. મુસ્લિમ યુવક તૌફીક મેમણ દ્વારા આ મૃતક યુવતીને પ્રેમ જાળ માં ફસાવી ને સંબધ રાખવા દબાણ કરવામાં આવતું હતું અને જો સંબધ નહિ રાખે તો યુવતી અને તેના પતિને જાન થી મારી નાખવાની વારંવાર ધમકી આપતો હતો જેથી કંટાળી જઈ યુવતીએ ઝેરી દવા પી ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મૃતક યુવતીના પરિવારજનોએ વિધર્મી યુવાનને પકડી કડક સજા કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશને લોકટોળા ઉમટ્યા હતા . પોલીસે વિધર્મી યુવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ૨૪ વર્ષીય પરણીત આદિવાસી યુવતીને મુસ્લિમ યુવક દ્વારા પ્રેમજાળ માં ફસાવી વારંવાર સંબધ રાખવા દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મ ઘાત કરતા પંથકની પ્રજા માં ભારે રોષ ની લાગણી ફેલાઇ છે.