*પ્રતાપનગર થી છોટા ઉદેપુર સવાર ની ટ્રેન માં સોમવતી અમાસ નિમિત્તે શ્રી સત્ય નારાયણ કથા કરાઈ*
*દરરોજ અપડાઉંન કરતા યાત્રીઓ એ કથા શ્રવણનો લહાવો લીધો.*
આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર નિમિત્તે દરરોજ છોટા ઉદેપુર થી વડોદરા અપ ડાઉન કરતા ભાવિક ભક્તો દ્વારા શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭.૧૫ પ્રતાપ નગર રેલ્વે સ્ટેશન થી નીકળી છોટા ઉદેપુર તરફ આવતી ટ્રેન માં શાસ્ત્રી શ્રી મૌલેશ મહારાજ દ્વારા તમામ ભાવિક ભક્તો ને કથા શ્રવણ કરાવવામાં આવી હતી. પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષા આપવા માટે છોટા ઉદેપુર પંથકના ઘણા પરિવારો હવે વડોદરા રહેવા જતાં રહ્યા છે. પરતું તેમનો વેપાર ધંધો અહીં હોય દરરોજ વડોદરા થી છોટા ઉદેપુર સુધી અપ ડાઉન કરવું પડે છે. સાથે જ ઘણા અધિકારી અને કર્મચારીઓ પણ વડોદરા થી નોકરી માટે દરરોજ અપ ડાઉન કરે છે. આ તમામ યાત્રી મિત્રોએ આજરોજ પ્રતાપ નગર વડોદરા થી છોટા ઉદેપુર આવતી સવારની ટ્રેનમાં સોમવતી અમાસ નિમિત્તે શ્રી સત્ય નારાયણ કથાનું આયોજન કરાયું હતું દરરોજ અપ ડાઉન કરતા મિત્રો સાથે તમામ યાત્રી ઓ પણ શ્રી સત્ય નારાયણ ભગવાનનું શ્રદ્ધા ભેર પૂજન અર્ચન કરી કથા શ્રવણ કરી હતી. શ્રી સત્ય નારાયણ ભગવાનના જયઘોષ સાથે સમગ્ર ટ્રેન નું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.