દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની તાલુકા કારોબારી મળી.
દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની તાલુકા કારોબારી મળી.
દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની તાલુકા કારોબારી મળી.
આજરોજ દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દેવગઢ બારીયા ની તાલુકા કારોબારી દેવગઢ બારીયા તાલુકાના અધ્યક્ષ કિશનસિંહ કોળીની અધ્યક્ષતામાં દેવગઢ બારીયા શિક્ષક ધિરાણ સહકારી મંડળી ના મકાનમાં મળી. જેમાં જિલ્લા અધ્યક્ષ દેસિંગભાઈ તડવી, જિલ્લા ઉપાધ્યક્ષ અને દેવગઢબારિયા તાલુકા ના વાલી એવા રાકેશભાઈ બારીયા, તાલુકા મંત્રી સવજીભાઈ રાઠવા, કોષાધ્યક્ષ પર્વતભાઈ રાઠવા એચ. ટાટ .સંવર્ગના અધ્યક્ષ શ્રી રમેશભાઈ કોળી, સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ અને તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણ, ઉચ્ચતર પગાર ધોરણની પુરવણી, શિક્ષકોનો પગાર જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી. શ્રી દેશીંગભાઇ તડવી એ શિક્ષકોના પ્રશ્નો ઝડપથી નિકાલ લાવવા માટે બાહેધરી આપી. સાથે સાથે આજરોજ બેઠકમાં રાતડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિનેશભાઈ દરજીને ઉપાધ્યક્ષ તરીકે અને નાડાતોડ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક સર્જનસિંહ પટેલને સહમંત્રી તરીકે સંગઠનમાં જવાબદારી આપવામાં આવી. નવી જવાબદારી અપાયેલ બંને મિત્રોને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. બેઠક પૂર્ણ કરી સમગ્ર તાલુકા ટીમ દ્વારા હિસાબી અધિકારી અને માનનીય ટીડીઓ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી. શિક્ષકોના પગાર અને પુરવણી નિયમિત સમયે જમાં થાય તે માટે રજૂઆત કરી. સાહેબ શ્રી દ્વારા નિયમિત પગાર બીલ અને અન્ય પુરવણી બીલો સમયે મળતા સમયે પગાર અને પુરવણી જમાં કરવાની બાહેધરી આપેલ છે.