*છોટાઉદેપુર એ આર ટી ઓ કચેરી દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા*
છોટા ઉદેપુર એ આર ટી ઓ કચેરી દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા.
છોટાઉદેપુર જીલ્લામાં એ આર ટીઓ કચેરી દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને દંડનીય પગલા ભરવામાં આવી રહ્યા છે. વાહન ચલાવતી વ્યક્તિ પાસે દ્રાઇવિંગ લાયસન્સ ન હોય , ઓવરલોડ ગાડી ભરેલી હોય, ટેક્સ ન ભર્યો હોય તથા વાહનના પૂરતા દસ્તાવેજ ન હોય પીયુસી અથવા વાહનોનો કોમર્શિયલ યુઝ થતો હોય ટેક્ષી પાસિંગ ન હોય વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ તથા રેડિયમ પટ્ટી લગાવેલી ન હોય વાહનોની પરમિટ ન હોય જેવા વિવિધ ગુના બદલ છોટા ઉદેપુર એ આરટીઓ કચેરી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં એક માસ દરમ્યાન એ આર ટીઓ દ્વારા 383 કેસ કરવામાં આવ્યા છે જેમાં ઓવરલોડ ના 18 કેસ, ઓવરસ્પીડ 235 કેસ, પી યુ સી 64 કેસ, ઇન્સ્યોરન્સ 16 કેસ, તથા અન્ય ટ્રાફિકના નિયમોને લગતા 50 કેસ કરવામાં આવ્યા છે. અને કુલ રૂ 907768 નો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે આરટીઓ કચેરી છોટાઉદેપુર દ્વારા આવનારા દિવસોમાં સધન ચેકિંગ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે અને ગેરકાયદેસર તથા નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય પગલાં ભરવામાં આવશે. તેમ એ આર ટી ઓ એ આઈ પરમારે જણાવ્યું હતું.