ભૂત ફળિયા પિપલોદ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી
ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મ દિવસ 5 મી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે બાળકોમાં ગુરુઓના ગુણોનું સિંચન થાય તેવા શુભ આશયથી શાળાનાં આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ સ્ટાફ મિત્રોના સહકારથી શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 40 જેટલાં બાળકોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેઓએ દિવસભર ખૂબ જ કુનેહથી શાળાની કામગિરી જેવિકે સફાઈ, પ્રાર્થના સંમેલન, વર્ગ વ્યવસ્થા, શિક્ષણ કાર્ય, મધ્યાહન ભોજન, શાળા ખોલવી બંધ કરવી વગેરે કાર્યો ખૂબ સરસ રીતે વિધાર્થી શિક્ષક મિત્રોએ સંચાલન કર્યુ હતું. શિક્ષક દિન નિમિત્તે શાળાના આચાર્ય તરીકે ધોરણ 8 ના વિધાર્થી આકાશ ભૂરિયાએ ફરજ નિભાવી હતી. તમામ ભાગ લીધેલ વિધાર્થી શિક્ષક મિત્રોનું શાળાનાં સિનિયર શિક્ષક પર્વતસિંહ ડાયરાએ અભિવાદન કરી શુભભેચ્છા પાઠવી હતી. શિક્ષક દિન નિમિત્તે બાળકોએ ઉત્સાહ ભેર ઉજવણીમાં ભાગ લીધો હતો.