*લીમખેડા તાલકા શિક્ષક સમાજનું ગૌરવ*
5 મી સપ્ટેમ્બ-2024 ના દિવસે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લા પંચાયત વહીવટી તંત્રના શિક્ષણ વિભાગ દ્વારા લીમખેડા તાલુકાના અગારા(ઉ) પગાર કેન્દ્રના બંને સારસ્વત શિક્ષક ભાઈઓ (1) અશ્વિનભાઈ પટેલ (ટીંબા પ્રા શાળા) (2) ધર્મેન્દ્રસિંહ ચાવડા(પરમારના ખાખરીયા પ્રા શાળા)ને આજરોજ 5 મી સપ્ટેમ્બરના રોજ માનનીય રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે લીમખેડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર,શિલ્ડ આપી, શાલ ઓઢાડી,પુષ્પ ગુચ્છ અર્પણ કરી અને પાંચ હજારની ઈનામી રાશી આપીને સન્માનિત કરવામાં આવતાં સમગ્ર લીમખેડા તાલકા માટે ગર્વ અને ગૌરવની ક્ષણે બંને સારસ્વત પારિતોષિક વિજેતા શિક્ષકોને લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,BRC.Co.ઓર્ડીનેટર,CRC.Co.ઓર્ડીનેટર,પગાર કેન્દ્રના આચાર્ય, સૌ સારસ્વત શિક્ષક ભાઈઓ-બહેનો,શાળાનાં આચાર્ય તથા બંને સંગઠનના હોદ્દેદારોએ ખૂબ-ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
( દિનેશભાઈ શાહ લીમખેડા )