*છોટાઉદેપુર નગરમાં બનાવવામાં આવેલ બસ પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં બનતા બિન ઉપયોગી બન્યા*
છોટાઉદેપુર નગરમાં બનાવવામાં આવેલ બસ પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં બનતા બિન ઉપયોગી બન્યા
છોટાઉદેપુર નગરમાં તથા આસપાસના વિસ્તારોમાં અગાઉ તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે બસ પિક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. જે હાલ જર્જરિત હાલતમાં છે. અને ભારે દયનિય હાલત લાગે છે. જ્યારે મુસાફરો પણ તેનો ઉપયોગ કરતા નથી. અને આ બસ પિક અપ સ્ટેન્ડની અંદર ભારે ગંદકી પણ જોવા મળી રહી છે. જેને વહેલી તકે મરામત કરાવવી ખૂબ જરૂરી હોય અને પ્રજાને ઉપયોગી થઈ પડે તેમ હોય જેથી વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
છોટાઉદેપુરના આસપાસના વિસ્તારમાં અગાઉના સમયમાં બનાવવામાં આવેલા બસ પિક અપ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. છત ઉપરના પોપડા પડે છે. અને સ્લેબ પણ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. જેથી મુસાફરો અંદર ઉભા રેહતા ડર અનુભવે છે. બસ માં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધાના ભાગ રૂપે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા પિક અપ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ચોમાસા, તથા ઉનાળામાં મુસાફરોને રાહત મળે અને મુસાફરી અર્થે બસ ની રાહ જોઇને બેસવું પડે જે અર્થે આ એક ઉપયોગી જગ્યા છે. પરંતુ જે જર્જરિત બનતા પ્રજાને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. બનેલા પિક અપ સ્ટેન્ડ હાલ બિન ઉપયોગી છે.
સરકાર પ્રજાની સુવિધા અર્થે આંધળો ખર્ચ કરે છે પરંતુ ઘણી સમસ્યાઓને ધ્યાને ન લેવાતા પ્રજામાં પણ નારાજગી જોવા મળી રહી છે. જર્જરિત બનેલા પિક અપ સ્ટેન્ડ નું રીપેરીંગ કરવામાં આવે અને જ્યાં તૂટેલી હાલતમાં હોય ત્યાં નવા બનાવવામાં આવે તો આવનારા ચોમાસામાં મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે અને હાલ ઉનાળામાં તાપમાં ઉભું ન રહેવું પડે તેવી પ્રજાની માંગ ઉઠી છે.