*છોટાઉદેપુર ના ભિલપુર ગામે પ્રજાને લાઈટ અને પાણી નિયમિત મળતાં નથી.*
*પ્રાથમિક સુવિધા જેવીકે લાઈટ, પાણી અને સાફ સફાઈ થી વંચિત પ્રજાએ તંત્ર પર કર્યો આક્ષેપ કે સુવિધા મળતી નથી તો વેરો શેનો ઉઘરાવો છો?*
છોટાઉદેપુર ના ભિલપુર ગામે પ્રજાને લાઈટ અને પાણી નિયમિત મળતાં નથી.
પ્રાથમિક સુવિધા જેવીકે લાઈટ, પાણી અને સાફ સફાઈ થી વંચિત પ્રજાએ તંત્ર પર કર્યો આક્ષેપ કે સુવિધા મળતી નથી તો વેરો શેનો ઉઘરાવો છો?
છોટા ઉદેપુર તાલુકાના ઊંડાણમાં આવેલ ભીલપુર ગામે નળ છે પણ જળ આવતું નથી. રસ્તા ઉપર થાંભલા લાગેલા છે પરતું લાઈટો ચાલતી નથી અને રાત્રીના અંધારા ઉલેચવા પડે છે, કચરા ના ઢગલા અને મચ્છરો નો ઉપદ્રવ ઠેર ઠેર જોવા મળે છે ઉદાહરણ સ્વરૂપે આજરોજ ગ્રામ પંચાયત કચેરીની બહાર જ કચરા ના ઢગલા જોવા મળ્યા હતા. આ પ્રાથમિક સુવિધા ના અભાવથી પ્રજા ત્રાસી ગઈ છે અને ન્યાય ની માંગણી કરી રહી છે. સામાન્ય વ્યક્તિને પ્રાથમિક સુવિધા ન મળતાં પંચાયત ના વેરા કેમ કેમ ભરવા તે એક પ્રશ્ન થઇ પડ્યો છે.
ભિલપૂર ગામના રહીશો આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે અમારા ગ્રામ પંચાયત કચેરીમાં જે વેરા ઉઘરાવવા માં આવે છે તે વેરાની પાવતી માં ઘરવેરો, પાણી વેરો તથા અન્ય વેરો લખવામાં આવે છે પરતું અન્ય વેરા કયા કયા તે પ્રજામાં પ્રશ્ન ઉદભવ્યો છે. જ્યારે ૨૦૦ રૂપિયા ની પાવતી હોય પરતું વીજળી નિયમિત મળતી નથી, સફાઈ થતી નથી, પાણી નળમાં આવતું નથી તો વેરા ભરવાના ક્યાં સુધી વ્યાજબી છે? ગ્રામીણ પ્રજા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હોય તેની પાસે વેરા ના પૈસા પણ હોતા નથી તો અન્ય વેરા કયા તેનો ઉલ્લેખ કરે તો પ્રજાને ખ્યાલ આવે. સદર ગ્રામ પંચાયત છ ગામોની મોટી પંચાયત હોય અને તલાટી હાલ ચાર્જ માં ચાલે છે જે નિયમિત મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. તલાટી નિયમિત ન હોય પ્રજાના કામો ટલ્લે ચઢે છે અને ધક્કા ખાવા ના વારા આવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
બોક્સ
ગ્રામીણ વિસ્તારો માં થી મળતી ફરિયાદો મુજબ ઘણી ગ્રામ પંચાયતો માં નિયમિત તલાટી હાજર ન રહેતા પ્રજાલક્ષી કામોમાં વિલંબ થાય છે. ઉચ્ચ અધિકારીઓ એ વિકાસ બરાબર થાય છે કે કેમ તે બાબતે ગ્રામપંચાયતો ની મુલાકાત લેવી જોઈએ અને ઘણી ખરી પંચાયતો માં વહીવટદાર નું શાસન હાલ ચાલતું હોય તેમાં સમયસર અને નિયમિત વહીવટ થાય છે કે કેમ તે પણ ધ્યાન આપવું જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.
બોક્સ
ભિલપૂર ગામના રહીશ અને આગેવાન દિનેશભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે અમો આજે સવારે આઠ વાગ્યે થી ગ્રામ પંચાયત ની ઓફિસે બેઠા છીએ અને તલાટી બાર વાગે તલાટી આવ્યા. જે સમયસર આવે તો છ ગામોની પ્રજાને ધક્કા ન ખાવા પડે. અમને જે વેરા પાવતી આપવામાં આવે છે તેમાં ઘર વેરો, પાણી વેરો અને અન્ય વેરા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કયા કયા ? તે સફાઈ વેરો છે કે લાઈટ વેરો તે જણાવવું જોઈએ. તેવી માંગ કરી હતી.