છોટા ઉદેપુર
કવાંટ તાલુકાના નળવાંટ ગામે ભૂખ્યા કોતર માં મોટર સાયકલ લઈને પસાર થતાં બે યુવાનો તણાયા
કવાંટ તાલુકાના નળવાંટ ગામે ભૂખ્યા કોતર માં મોટર સાયકલ લઈને પસાર થતાં બે યુવાનો તણાયા
આજરોજ કવાંટ તાલુકાના નળવાંટ ગામે આવેલ ભૂખ્યા કોતર પરથી નળવાટ ગામના જ બે યુવાનો મોટર સાયકલ લઈને પસાર થતા હતા કોતરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મોટર સાયકલ સાથે બંને યુવાનો જેવો ગામના જ રહીશ છે મોટરસાયકલ સાથે જ તણાયા હતા જેમાં નળવાંટ ગામના સંજયભાઈ રાઠવા ઓચ્છવરાઠવા ઉંમર વર્ષ 38 મનીષભાઈ રમેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 35 જેઓ નળવાટ ગામે ઘર જમાઈ તરીકે રહેતા હતા બંને યુવાનો નળવાંટ ગામની ભૂખ્યા કોતર પરથી મોટરસાયકલ લઈને પસાર થતાં હતાં ત્યારે પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયા હતા જેની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને શોધખોળ આદરી હતી વહીવટી તંત્રને જાણ થતાં ક્વાંટ મામલતદાર પણ સ્થળ પર બંને યુવાનોની તપાસ આદરી હતી