રાહુલ ગાંધીને ઇજા પહોંચાડવા અને ખતમ કરી નાખવાની બીજા પક્ષોની ખુલ્લી ધમકી સામે કોંગ્રેસ ના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા
ભાજપ અને સાથી પક્ષોના નેતાઓની ધમકી સામે છોટા ઉદેપુર કોંગ્રેસ દ્વારા આવેદન રૂપે ફરિયાદ કરવામાં આવી
રાહુલ ગાંધીને ઇજા પહોંચાડવા અને ખતમ કરી નાખવાની બીજા પક્ષોની ખુલ્લી ધમકી સામે કોંગ્રેસ ના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા.
ભાજપ અને સાથી પક્ષોના નેતાઓની ધમકી સામે છોટા ઉદેપુર કોંગ્રેસ દ્વારા આવેદન રૂપે ફરિયાદ કરવામાં આવી.
છોટા ઉદેપુર જિલ્લા ના કોંગ્રેસના આગેવાનો એ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભાજપ તથા તેમના સાથી પક્ષોના નેતાઓ દ્વારા અવારનવાર ઇજા પહોંચાડવા તથા ખતમ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તે અંગે પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત છોટા ઉદેપુર જિલ્લા ના કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકસભા ના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ની જીભ કાપી નાખવા, તેમને તેમની દાદી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની જેમ હત્યા કરવાની ધમકી જે રીતે ભાજપ તથા તેમના સાથી પક્ષો ના નેતાઓ દ્વારા અવારનવાર કરવામાં આવી રહી છે જેનાથી સમગ્ર દેશમાં માહોલ બગાડવા નો પ્રયાસ થઇ રહ્યો છે તેને વખોડી આવા નેતાઓ સામે કડક પગલાં લેવા આજે છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.