છોટા ઉદેપુર
*છોટાઉદેપુર દુર્ગાષ્ટમી નિમિતે ઠેર ઠેર નવચંડી યોજાઈ*
માં આદ્યશક્તિ ના દશૅન માટે ભક્તો ની ભીડ

છોટાઉદેપુર દુર્ગાષ્ટમી નિમિતે ઠેર ઠેર નવચંડી યોજાઈ
- માં આદ્યશક્તિ ના દશૅન માટે ભક્તો ની ભીડ
હાલમાં ચાલી રહેલ માં અંબાનો નવરાત્રી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. સમગ્ર જિલ્લાના 6 તાલુકાઓમાં શક્તિ મંદિરો સજાવી દેવામાં આવ્યા છે. અને રાત્રી ગરબા તથા હોમ હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ દુર્ગાષ્ટમી નિમિતે જિલ્લા મથક છોટાઉદેપુર ખાતે કાલિકા માતાના મંદિર, અંબે માતાના મંદિર, વેરાઈ માતાના મંદિર, ગાયત્રી મંદિર, તથા વિવિધ ધાર્મિક સ્થળોએ અને મંદિરોએ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન અર્ચન કરી અને યજ્ઞમાં લાભ લઇ ભકતોએ ધન્યતા અનુભવી હતી…..