છોટાઉદેપુરમા આવેલી પોલીટેક્નિક કોલેજ ખાતે ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા માંગ
છોટાઉદેપુરમા આવેલી પોલીટેક્નિક કોલેજ ખાતે ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા માંગ
છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં આવેલી પોલીટેક્નિક કોલેજ ખાતે રસ્તાને અડીને ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે ઝાડીઓમાં ભરાઈ રહેલા જીવ જંતુઓ તથા ઝેરી પ્રાણીઓ જેવાકે સાપ અજગર જોવા મળી રહ્યા છે. જેના કારણે રસ્તામાં આવતા જતા રાહદારીઓ તથા વિદ્યાર્થીઓને માથે સંકટ રહેલું છે. જેથી આવનારા દિવસોમાં જો કોઈ વિદ્યાર્થીને ઝેરી જીવ જંતુ કરડશે કે આરોગ્યને નુકસાન થશે તો જવાબદારી કોની એ અંગે તંત્રએ કાળજી લેવી જોઈએ
છોટાઉદેપુર ખાતે આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજ ભારે ખુલ્લા વિસ્તારમાં આવેલી છે. જ્યાં ઘણા સમયથી ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. જ્યારે સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી જ્યારે આસપાસ ગ્રાઉન્ડની ફરતે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે. આ અંગે તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવે એ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પોલીટેક્નિક કોલેજ ખાતે આવેલ રસ્તા ઉપર સરીશ્રુપો રસ્તા ઉપર આવી જાય છે. જેના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર ચૂંટણીઓ આવે ત્યારેજ સાફ સફાઈ કરાવવામાં આવે છે. ત્યારબાદ કોઈ કાળજી લેવામાં આવતી નથી. જે કાળજી લેવી જરૂરી છે.