*અહો આશ્ચર્યમ…. એમ્બ્યુલન્સ માં દવાની જગ્યાએ દારૂ…?*
છોટાઉદેપુર તાલુકાના ચીસાડીયા ગામ પાસેથી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ મળી આવ્યો 1,46,700/- ના વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

અહો આશ્ચર્યમ…. એમ્બ્યુલન્સ માં દવાની જગ્યાએ દારૂ…?
છોટાઉદેપુર તાલુકાના ચીસાડીયા ગામ પાસેથી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ મળી આવ્યો 1,46,700/- ના વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
છોટાઉદેપુર તાલુકાની મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ ચીસાડીયા ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ માંથી વિદેશી દારૂ મળી આવ્યો છે પોલીસે પણ આ એમ્બ્યુલન્સમાંથી દારૂ મળતા ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું એમ્બ્યુલન્સ એટલે જેમાં ઇમર્જન્સી દવા અને દર્દીના આરોગ્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન હોય જેવા વાહનની અંદર જથ્થાબંધ દારૂ નો સપ્લાય થતો હોય જે બાબત ઉપર પોલીસની નજર પડતા ભારે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાઇ ગયો છે જ્યારે પોલીસે કુલ કિંમત 1,46,700/- ના વિદેશી દારૂ સહિત દિલુભાઇ માલસિંગભાઈ રાઠવા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ને એમ્બ્યુલન્સ સહિત ઝડપી પાડ્યા હતા. જે સમગ્ર ઘટના બનતા પ્રજામાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હતું..
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સૂચનાને આધારે સમગ્ર પોલીસ સ્ટાફ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય જે બાબતે સતર્ક થઈ ગયું છે. જે અંગે છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ મથકના પીઆઇ એમએફ ડામોર સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હોય જે સમય દરમિયાન ચીસડીયા ગામે રેલવે બ્રિજ ઉપર મધ્યપ્રદેશ તરફથી આવતી eeco એમ્બ્યુલન્સ ગાડી જેનો નંબર gj 34 એચ 5410 માં ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તેવી બાતમી મળી હતી. જે બાદમીને આધારે નાકાબંધી કરી તપાસ હાથ ધરતા વર્ણન વાળી eeco ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1090 કિંમત રૂપિયા 1,46,700/- મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા 3000 તથા ઇકો એમ્બ્યુલન્સ ગાડી ની કિંમત રૂપિયા 2,50,000/- ના મુદ્દા માલ સાથે આરોપી દિલુભાઇ માલસિંગભાઈ રાઠવા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ને ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.