Uncategorized

નવીન આઇ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સને લીલી ઝંડી આપતા જીલ્લા કલેકટર શ્રી નેહાકુમારી

મહીસાગર જીલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલના ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી અને નાની બાળકી દ્વારા રીબીન કાપી એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરાયું હતું.મહીસાગર જિલ્લામાં 13 કાર્યરત 108 એમ્બ્યુલન્સની સાથે એક આઈસીયુ ઓન વિલ્સ એમ્બ્યુલન્સ પણ કાર્યરત થશે જેનો લાભ મહીસાગર જીલ્લાને મળશે આ એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર શ્રી બલદેવ રબારી,જિલ્લા સુપરાઈઝર દુષ્યંત પંડ્યા તથા મહીસાગર ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!