ગોધરા

*ગોધરાના ભાઈ-બહેન કેનેડામાં થયેલા ટેસ્લાકારના અકસ્માતમાં કરૂણ મોત થતા પરિવારમાં માતમ છવાયો ગોધરા*

ગોધરા: ગોધરા શહેરમા આવેલી પંચમહાલ ડીસ્ટ્રીક બેંકના નિવૃત કર્મચારીના દીકરા અને દીકરીનુ કેનેડામા કાર અકસ્માતમાં મોત થતા પરિવારજનોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. કેનેડામાં થયેલા આ અકસ્માતમાં ગોધરાના ભાઈબહેન સહિત અન્ય બે એમ મળીને ચાર લોકોના મોત થયા હતા અન્ય એક મહિલાનો બચાવ થયો હતો. ટેસ્લાકારમા અકસ્માત થયા બાદ બ્લાસ્ટ થયો હોવાની પણ સુત્રો દ્વારા વિગતો મળી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલી મંગલમુર્તિ સોસાયટીમાં રહેતા સંજયસિંહ ગોહિલ ડીસ્ટ્રીક બેંકના નિવૃત કર્મચારી તરીકે નિવૃત જીવન ગાળે છે.તેમના બે સંતાનો કેતાબા ગોહિલ કેનેડા ગયા બાદ ત્યા લેબ ટેકનિશયન તરીકે નોકરી કરતા હતા. તેમના પુત્ર નીલરાજ ગોહિલ ત્રણ વરસથી કેનેડામા સ્થાઈ થયા હતા. અને મોટર ડીઝાઈનના અભ્યાસની સાથે સાથે તે નોકરી કરતા હતા.ભારતીય સમય અનુસાર બુધવારનારાતે ટેસ્લાકારમાં જમીને પરત ઘરે આવતા હતા તે સમયે તેમની કાર થાંબલા જોડે અથડાઈ હતી. ત્યારબાદ તેમા બ્લાસ્ટ થયો હતો. મોતની ખબર ગોધરા ખાતે તેમના પરિવારજનોને પહોચતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અકસ્માતમા એક યુવતી કારમાથી નીકળી જતા તેનો બચાવ થયો હોવાની માહીતી મળી રહી છે. પરિવારને સાંત્વના આપવા તેમના મિત્ર મંડળ તેમજ રાજકીય અગ્રણીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જ્યારે અન્ય બે મૃતક આણંદ જિલ્લાના બોરસદમાં રહેતા દિગ્વિજય પટેલ અને જય સિસોદીયાનો સમાવેશ થાય છે. જ્યારે આણંદની એક યુવતી ઝલક પટેલ કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો.કેનડામા થયેલા આ અકસ્માતમા ચાર ગુજરાતીઓના મોત થતા પરિવારમા શોકનો માહોલ છવાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!