શહેરા તાલુકાના પાલીંખંડા ગામમા સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે પણ ચાલુ, બીલ આવે તો બોજો કોના માથે ચર્ચાતો સવાલ
વિસ્તારના લોકોને રાત્રીના સમયમા રોડ પર અંધારુ ના રહે તે માટે સ્ટ્રીટ લાઈટ લગાવામા આવી
શહેરા,
શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલી સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતા ગ્રામજનોમા ચર્ચા થઈ રહી છે કે આ બાજુ વીજળી બચાવાની વાતો થાય છે પણ તંત્ર દ્વારા આ વીજલાઈટો કેમ ધોળા દિવસે ચાલુ રાખવામા આવે છે. તે સવાલ ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ પરા વિસ્તાર છે . જે નગરપાલિકા અંતર્ગત આવે છે.ત્યારે આ વિસ્તારના લોકોને રાત્રીના સમયમા રોડ પર અંધારુ ના રહે તે માટે સ્ટ્રીટ લાઈટ લગાવામા આવી છે જે સારી વાત પણ પાલીખંડા ગામ પાસે હાઈવે પર આવેલા પેટ્રોલપંપ પર થી જે ગામમા તળાવ બાજુ રસ્તો જાય છે. તેના પર જે લાઈટો હતી તે બંધ રહેતી હતી પણ હવે આ લાઈટો ચાલુ કરવામા આવી છે. જેના કારણે લોકોમા ખુશી વ્યાપી ગઈ છે પણ હાલમા જ લાઈટો ચાલુ રહે છે તો બંધ નથી કરવામા આવતી. હવે એક બાજુ વીજળીના સંકટ દુનિયમા ઉભા થઈ રહ્યા છે. વિજળી બચાવાની વાતો કરવામા આવે છે ત્યારે આરીતે વીજળીનો વેડફાટ થાય તે યોગ્ય નથી એવુ પાલીખંડા ગામના લોકોમા ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યુ છે.