બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ – ડૉન બોસ્કો, કપડવંજ સંસ્થા દ્વારા છોટા ઉદેપુર જીલ્લાના ૬ ગામના ૨૨૫ લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી.
છોટાઉદેપુર જીલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટેની ઝુંબેશ ચલાવી રહેલ દ્રષ્ટિ – ડૉન બોસ્કો, કપડવંજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાનથી બાળ લગ્ન ખતમ કરવાની લડાઈને વેગ મળશે. ૬ ગામોમાં યોજવામાં આવેલ રેલીમાં મહીલાઓ, પુરુષો, યુવાનો, સરકારી અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી.
લગ્ન કરવાનારા પંડિતો, ધાર્મિક આગેવાનો અને અન્ય તમામ હિતધારકોએ પણ આ અભિયાનનું સમર્થન કર્યું હતું. દ્રષ્ટિ – ડૉન બોસ્કો સંસ્થા બાળ અધિકારનાં રક્ષણ માટે કામ કરતા ૨૫૦થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓનાં રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ‘જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’ સાથે જોડાયેલી છે. ભારત સરકારનાં ‘બાલ વિવાહ મુક્ત ભારત’ અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ – ડૉન બોસ્કો સંસ્થા દ્વારા છોટા ઉદેપુર જીલ્લાના ૬ ગામોમાં જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજનાં દરેક વર્ગનાં લોકો જોડાયા હતા. જે અંતર્ગત યોજાયેલ જાગૃતતા સંમેલન, રેલી, કેન્ડલ માર્ચમાં સ્ત્રી – પુરુષ સહીત કુલ ૫૭૫ લોકો સામેલ થઈ બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી. અને વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગીદારી આપી હતી. આ દરમિયાન પંડિતો, મોલવીઓ, રસોઈયાઓ, ફુલ-સજાવટવાળા, બેન્ડવાજાવાળા, કંકોત્રી છાપનારા, ફોટોગ્રાફર જેવા તમામ સંબંધિત લોકોએ પણ આજે પ્રતિજ્ઞા લીધી હતી કે, તેઓ બાળ લગ્નને લગતી કોઇપણ કામગીરીમાં સામેલ નહિ થાય અને આવી જાણકારી તેઓ તરત જ સંબંધિત અધિકારીને આપશે. દ્રષ્ટિ – ડૉન બોસ્કો સંસ્થા ૨૫૦ થી પણ વધુ સ્વૈચ્છિક સંગઠનોનાં દેશવ્યાપી નેટવર્ક ‘જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’માં સહયોગી સંસ્થા છે. જે છોટાઉદેપુર જીલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે સક્રિય છે. દ્રષ્ટિ ડૉન બોસ્કો સંસ્થાએ સ્થાનિક પ્રસાશનનાં સહયોગથી છેલ્લા ચાર માસમાં કુલ ૯ ગામોમાં ગામ લોકો અને આગેવાનો સાથે જાગૃતિ મીટીંગો પણ કરેલી છે. જાગૃતિ રેલી અને કેન્ડલ માર્ચનો આ કાર્યક્રમ આગામી ૫ દિવસ સુધી પણ ચાલશે જેમાં જીલ્લાના કુલ ૫૦ ગામો અને ૨૫૦૦ લોકોને સામલે કરવામાં આવશે. કેન્દ્રીય મહિલા એન બાળ વિકાસ મંત્રી અન્નપુર્ણા દેવી દ્વારા શરુ કરવામાં આવેલ ‘બાળ વિવાહ મુક્ત ભારત’ અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ – ડૉન બોસ્કો સંસ્થાનાં નિયામક ફાધર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ‘આ અભિયાન આપણા વિકસિત ભારતનાં સ્વપ્નને પૂરું કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે. દેશની દીકરીઓને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવ્યા વિના આપણે આ સ્વપ્ન પૂરું નથી કરી શકતા અને બાળ લગ્ન તેમાં મોટો પડકાર છે. બાળ લગ્નો રોકવા માટે તમામ પક્ષોને સાથે રાખીને ચાલવાની અને બચાવ – સંરક્ષણની રણનીતિ પર અમલ કરવાના મંત્રાલયના આ નિર્ણયણે અમે આવકારીએ છીએ. “જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’ના સહયોગી હોવાના કારણે અમે પહેલેથી જ આ રણનીતિ સાથે કામ કરી રહ્યા છીએ. અમે જે અભિયાન શરુ કર્યું હતું તે હવે રાષ્ટ્રવ્યાપી બન્યું ગયું છે, જેનો અમને ગર્વ છે.” આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનાં સમર્થનમાં ‘જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’નાં સ્થાપક ભુવન રીભુએ જણાવ્યું હતું કે, “જયારે અમે આ અભિયાન શરુ કર્યું હતું ત્યારે બાળ લગ્નોનો ઉંચો દર ધરાવતા રાજ્યો પર અમારું ધ્યાન હતું. એક લાંબી દ્રષ્ટિ અને રણનીતિ સાથે શરુ કરેલ આ અભિયાન હવે રાષ્ટ્રવ્યાપી ઓળખ મેળવી ચુક્યું છે અને આજે આખો દેશ સદિયોથી મુળિયા નાખેલા આ કુરીવાજનાં ખાત્મા માટે એક સાથે છે. જે પણ લોકોએ ભારતની દીકરીઓનો અવાજ સંભાળ્યો, તેમનો અવાજ ઉઠાવ્યો અને બાળ લગ્ન મુક્ત ભવિષ્ય માટે મદદરૂપ થયા તે સૌને હું ધન્યવાદ આપું છું.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘બાળ વિવાહ મુક્ત ભારત’ અભીયાન કે જેની શરૂઆત તારીખ ૨૭ નવેમ્બરનાં રોજ દેશની રાજધાનીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપુર્ણા દેવી દ્વારા કરવામાં આવી હતી તેના સમર્થનમાં ઉપરોક્ત સામુહિક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમણે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં પણ બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ખુબ જ ટૂંકા સમયમાં આ પ્રતિજ્ઞા લેનારની સંખ્યા ૨૫ કરોડ સુધી પહોંચી જશે.
અબુલ આસ ગોહિલ ( છોટાઉદેપુર )