વડોદરા મહાનગરપાલિકા હેઠળ આવતું આરોગ્ય શાખા હસ્તક જન્મ-મરણ શાખાની કેટલીક સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ વિકેન્દ્રીકરણના ભાગરૂપે તા. 01/01/2025થી નીચે જણાવ્યા મુજબની કાર્યપ્રણાલીને અનુસરવાનું રહેશે.
તા.01/01/2025થી વડોદરા શહેરી વિસ્તારના તમામ નાગરીકો જ્યાં જન્મ-મરણ બનાવની નોંધ કરાવી હોય તે U-PHC (અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર) પર નોંધવામાં આવેલ જન્મ અને મરણ સુધારા કરી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ vmc.gov.in ૫૨ ઓનલાઈન પેમેન્ટ કર્યેથી અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પરથી પ્રમાણિત નકલ મળી રહેશે.
તા.01-01-2021થી ચાલુ વર્ષની જન્મ-મરણ નોંધમાં સુધારા-વધારા તથા તેની પ્રમાણિત નકલો જન્મ-મરણ નોંધણી શાખાની અન્ય કામગીરી જેવી કે ડિસેમ્બર, 2020થી અને તે અગાઉના બાળકના જન્મ પ્રમાણપત્રમાં નામ નોંધ, જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારા-વધારા, અપ્રાપ્ય પ્રમાણપત્ર મુખ્ય કચેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, માંજલપુર, વડોદરા ખાતે કરવાની રહેશે. આ કામની વધુ માહિતી કચેરીના ફોન નં. 0265-2417422 દ્વારા કચેરીના સમય દરમ્યાન મળી રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા અપીલ કરવામા આવી છે.