છોટાઉદેપુર તાલુકામાં ચાલતા વિકાસના કામોની સાંસદ જશુભાઇ રાઠવાએ મુલાકાત લીધી
રાઠ વિસ્તારમાં આવેલ લેહવાટ ગામ તરફ ચાલતા પાણી પુરવઠાના કામોનું નિરીક્ષણ કર્યું
ખડખડ અને જોડાવાટ ગામ વચ્ચે બની રહેલી પાણીની ટાંકી માં ટેકનિકલી ખામી હોય જેને ખામીયુક્ત ભાગ ને તોડી ફરીથી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. જે કામોની ચૂંટાયેલા લોક પ્રતિનિધિ સાંસદ અને ધારાસભ્યો રૂબરૂમાં મુલાકાત લઈ રહ્યા છે અને સમીક્ષા કરી જરૂરી સૂચનો આપી રહ્યા છે જેથી ભવિષ્યમાં પ્રજાને કોઈ તકલીફ પડે નહીં. જેના ભાગરૂપે આજરોજ છોટા ઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ ગામોમાં ચાલતા પાણી પુરવઠાના કામોનું સાંસદ જશુભાઇ રાઠવા એ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું હતું. સાંસદે જણાવ્યું હતું કે પાણી પુરવઠાની જે યોજનાઓ છે જેમાં લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજના માં ૫૩ જેટલા ગામો આવેલા છે જે ગામોની અંદર જે કામો ચાલે છે તેની અમોએ રૂબરૂ મુલાકાત લીધી છે. આવનારા દિવસોમાં જિલ્લા તથા તમામ લોકસભા વિસ્તારમાં થતાં વિવિધ કામોની મુલાકાત લેવામાં આવશે અને પ્રજાને તકલીફ પડે નહીં તે રીતનું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.
( છોટાઉદેપુર તાલુકાના ખડખડ થી જોડાવાંટ રોડ ઉપર પાણી પુરવઠા વિભાગ દ્વારા બની રહેલી પાણીની ટાંકી જેનુ કામ હાલ ચાલુ હોય અને આ ટાંકી ના માધ્યમથી રાઠ વિસ્તારની પ્રજા ને ભવિષ્યમાં પાણીની સુવિધા મળી રહે અને કાયમી સમસ્યા નો નિકાલ આવે તે બાબતે જશુભાઇ રાઠવા એ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. આ ખડખડ અને જોડાવાટ ગામ વચ્ચે બની રહેલી પાણીની ટાંકી માં ટેકનિકલી ખામી હોય જેને ખામીયુક્ત ભાગ ને તોડી ફરીથી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે આવનારા કપરા ઉનાળામાં પ્રજાને પાણી નિયમિત મળવાનું શરૂ થઈ જાય તેવી પ્રજામાં આશા બંધાઈ રહી છે.)