શહેરા ધાંધલપુર પોસ્ટ ઓફીસ ખાતે ફરજાબજાવતા ગ્રામીણ ડાક સેવક નાદીરખાન પઠાણ વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો
પોસ્ટ કર્મચારીઓએ વિદાય લેતા બાબુભાઈ ટપાલીએ આપેલ સેવાઓને બિરદાવી હતી
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારી વય નિવૃત થતા તેમની સેવા પોસ્ટ ઓફિસમાં છેલ્લા 45 વર્ષ જેટલા સમયથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા પઠાણ નાદિરખાન અજીત ખાન ઉર્ફે બાબુ ટપાલી તરીકે જાણીતા 45 વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી મંગળવારના રોજ નિવૃત થતા પોસ્ટ ઓફિસ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભ વાજતે ગાજતે યોજાયો હતો.
શહેરા પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા શ્રીફળ સાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત પોસ્ટ કર્મચારીઓએ વિદાય લેતા બાબુભાઈ ટપાલીએ આપેલ સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરીને તેમને વિદાયમાન અપાયું હતું. આ સાથે સ્થાનિક અગ્રણીઓ પરિવારજનો તેમજ લોકોએ વિદાયમાન સમારંભમાં જોડાયા હતા. વિદાય લેતા પોસ્ટ મેન બાબુભાઈ ટપાલીએ તેમનું સન્માન કરવા બદલ સાથી કર્મીઓનો આભાર માન્યો હતો.