છોટા ઉદેપુર
છોટા ઉદેપુર ના જામલા ખાતે સુપ્રસિદ્ધ ભજન ગાયક હેમંત ચૌહાણ નો સંતવાણી કાર્યક્રમ યોજાયો
છોટા ઉદેપુર તાલુકાના જામલાં ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંતવાણી થકી પ્રસિદ્ધિ મેળવનાર ભજન સમ્રાટ હેમંત ચૌહાણ ના સ્વકંઠે ભજન સત્સંગ અને સંતવાણી નો કાર્યક્રમ તા.૧-૧-૨૦૨૫ ની રાત્રે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભજન રસિક ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સંતવાણી ના પ્રસિધ્ધ કલાકાર હેમંત ચૌહાણ ના ભવ્ય કાર્યક્રમ જામલા ગામના સોલંકી સમાજના આગેવાન બાબુભાઈ સોલંકી પરિવાર આયોજન કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઇ રાઠવા, એપીએમસી છોટા ઉદેપુર ના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત વિવિધ સમાજના અનેક આગેવાનો એ ઉપસ્થિત રહી હેમંત ચૌહાણ ના સ્વકંઠે સંતવાણી અને ભજન નો લ્હાવો લીધો હતો. તાલુકાના ગ્રામજનો ની જનમેદની ઉમટી પડી હતી અને ખુબજ આનંદ સભર શ્રદ્ધાભેર સંતવાણી ભજન સત્સંગ નો શ્રવણલાભ લીધો હતો.