વડોદરા

આજ થી સરદ નવરાત્રી નો પ્રારંભ.સત્યમ જોષી દ્વારા વિશેષ પૂજા મહત્વ

*આજ થી દેવી ઉપાસતાનો શ્રેષ્ઠ અવસર શાકંભરી નવરાત્રી નો પ્રારંભ*

શાસ્ત્રોમાં ચાર નવરાત્રીનું વર્ણન છે જેમાં ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રી આસો માસમાં આવતી શારદીય નવરાત્રી માઘ અને અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રી અને વિશેષ કરી પોષ સુદ અષ્ટમી થી પૂર્ણિમા સુધી આવતી શાકંભરી નવરાત્રી નું પણ વર્ણન કરેલું છે શાકંભરી નવરાત્રીમાં કરેલી સાધના એ શ્રેષ્ઠ ફળદાયી છે

મનુષ્ય જીવન શક્તિ વગર વ્યર્થ છે શક્તિ એટલે ઊર્જા આત્મબળ અને એ જ ઉર્જા અને આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે નવરાત્રી એ આત્મબળ આત્મ ઉર્જા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે આત્મ બળ આત્મ ઉર્જા ની પ્રાપ્તિ થવાથી મનુષ્ય પોતાના જીવનમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે છે

શાસ્ત્રમાં લખ્યું છે “કલૌ ચંડી વિનાયકો” કળિયુગમાં ગણપતિ અને દેવીની ઉપાસના અને શ્રેષ્ઠ પણ આપે છે દેવી ઉપાસના કરવાથી મનુષ્ય જીવનમાં શક્તિ કાર્ય સિદ્ધિ તેજ ઈત્યાદિ ની પ્રાપ્તિ થાય છે મનુષ્ય જીવનમાં “માં” નું મહત્વ અનેરૂ છે બાળકનું મન અને ઈચ્છા એક “માં” જ જાણી શકે ને માટે જ જીવનમાં શક્તિ કૃપા માતૃભક્તિનું વિશેષ મહત્વ છે

મનુષ્ય જીવનમાં રહેલ કષ્ટ આધી વ્યાધિ ઉપાધી ગ્રહ પીડાઓ દરિદ્રતા સંતાન સંબંધી પીડાઓ શક્તિની ઉપાસના થી દૂર થાય છે અને એ શક્તિની ઉપાસના માટે નવરાત્રી ઉત્તમ અવસર છે જે જાતકોને શનિ મહારાજની પનોતી હોય રાહુ ઉપદ્રવ જનક હોય અથવા જન્મકુંડળી ની અંદર અશુભ દોષો હોય દરેક ઉપદ્રવ માંથી શાંતિ પ્રાપ્ત કરવા ખાસ કરીને નવરાત્રી દરમિયાન દેવી યાગ , સંપુટિત
ચંડીપાઠ , નવાર્ણ મંત્રના જાપ ભૂદેવ જોડે કરાવવા લાભકારી રહે

નવરાત્રી દરમ્યાન પોતાની કુળદેવી નું ખાસ કરી ને પૂજન કરવું શાસ્ત્ર માં લખ્યું છે કે કુળ દેવી ની અંદર જ બધી દેવીઓ નો વાસ હોય છે અને જે આપણા કુળ નું આપણા પરિવાર નું રક્ષણ કરે ઘરમાં સુખ,આનંદ અને માન,સમ્માન,પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ થાય છે માટે નવરાત્રી દરમ્યાન પોતાની કુળ દેવીને શક્ય હોય તો અખંડ દિવો રાખવો અને શક્ય ન હોય તો રોજ દીવો કરવો માતાજી ને લાલ અને પીળા પુષ્પો થી પૂજન કરી દૂધ માંથી બનાવેલ કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરવું સાથે લીલા શાકભાજી નું પણ નૈવેદ્ય અર્પણ કરવું લાભ કારી રહે

*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!