*વીજળી વારંવાર ખોરવાતા ઉતરાયણ નિ મજા બગડી, પતંગ રસિયાઓ ને લાખોનો ખર્ચો માથે પડ્યો*

વીજળી વારંવાર ખોરવાતા ઉતરાયણ નિ મજા બગડી, પતંગ રસિયાઓ ને લાખોનો ખર્ચો માથે પડ્યો
અત્યંત મહત્વપૂર્ણ એવા ઉતરાયણના દિવસે જ એમજીવીસીએલ નું તંત્ર ઠપ થઈ જતા છોટાઉદેપુર નગર માં આખા દિવસ દરમિયાન વારંવાર બંધ રહ્યો હતો. જેથી પતંગ રસિયા અને સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. ઉતરાયણના દિવસે જ સવારથી રાત સુધી છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા પતંગ રસિયાઓએ હજારો રૂપિયા ખર્ચીને ડીજે ભાડે મંગાવ્યા હતા. એમના પૈસા પણ માથે પડ્યા હતા. અનેક લોકોએ એમજીવીસીએલના કર્મચારીઓ તથા અધિકારીઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તંત્રના માણસો એ ફોન ઉઠાવવાની તસ્દી પણ લીધી નથી. આખા દિવસ દરમિયાન પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી. નિયમ બહાર જઈને કોઈપણ જાતની નોટિસો આપ્યા વગર કે ગ્રાહકને જાણ કર્યા વગર વીજ કનેક્શન કાપવામાં શૂરવીર અને નવા વીજ કનેક્શન આપવામાં ગામડાની અબૂધ પ્રજાને ધરમ ધક્કા ખવડાવીને નવા નવા ડોક્યુમેન્ટો માંગીને પણ નવા કનેક્શન આપવામાં પાંઞડું સાબિત થયેલા એમજીવીસીએલ ના તંત્રએ ઉતરાયણના તહેવારમાં જ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા હતા.