શહેરા
શહેરા- ગ્રામીણ પોસ્ટ ઓફીસો ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ
શહેરા- ગ્રામીણ પોસ્ટ ઓફીસો ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમા 71માં પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકામા આવેલી પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના પોસ્ટ વિભાગની આવેલી ગ્રામીણ પોસ્ટ ઓફીસો ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. શહેરા તાલુકામા આવેલી 23 જેટલી ગ્રામીણ પોસ્ટ ઓફીસો ખાતે ધ્વજવંદન કરીને સલામી આપવામા આવી હતી. જેમા ગ્રામીણ પોસ્ટ માસ્તર તેમજ ગ્રામીણ ડાક સેવક કર્મચારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સાથે સાથે પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપવામા આવી હતી.