*છોટાઉદેપુર નગરમાં આવેલી ઉર્દુશાળા મા અનાજ પણ સડેલું નીકળ્યું *
શિક્ષકે અરજી કરી અને અનાજ જમા કરાવી દેવાયું જયારે નવું અનાજ શાળાને આપ્યું
છોટાઉદેપુર નગરમાં આવેલી ઉર્દુશાળા મા અનાજ પણ સડેલું નીકળ્યું
શિક્ષકે અરજી કરી અને અનાજ જમા કરાવી દેવાયું જયારે નવું અનાજ શાળાને આપ્યું
શાળામાં સડેલો અનાજ નો જથ્થો હોય જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે જોખમ રૂપ હોય જેથી પરત આપી દેવામાં આવ્યું જો શાળામાં આવું અનાજ મળે તો અન્ય જગ્યાએ પણ આવુજ ચાલતું હશે તેવી પ્રજામાં ચર્ચા
છોટાઉદેપુર નગરમાં લાઇબ્રેરી રોડ ઉપર મસ્જિદ પાસે આવેલી પ્રાથમિક શાળા ઉર્દુ શાળા તરીકે ઓળખાય છે આ શાળામાં મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને બપોરના સમયે જમવાનું આપવામાં આવે છે જે અનાજ સડેલું હોય તેમાં જીવાતો જોવા મળતી હોય જેથી બાળકોના સ્વાસ્થ્ય માટે ભારે જોખમ રૂપ છે આ જીવાતો વાળું અનાજ જોતા શિક્ષકો પણ આશ્ચર્ય ચકીત થઈ ગયા હતા અને એક શિક્ષકે તો અરજી કરીને અનાજ પરત જમા કરાવી દીધું હતું જયારે પુરવઠા તરફથી નવું અનાજ આપવામાં આવ્યું હતું આતો માત્ર એકજ શાળાની હિકીકત બહાર આવી છે બીજાનું શું બીજી શાળાઓમા પણ આવું ચાલતું હશે કે કેમ એ પણ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે
છોટાઉદેપુર પંથકમાં ગરીબ આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા રહે છે અગાઉ મોડેલ સ્કૂલમાં સડેલા શાકભાજી આપવાવામાં આવ્યા હોય અને વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી જેને 100 કરતા વધૂ વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા નેતાઓ એ પણ મુલાકાતો લીધી હતી પરંતુ જવાબદારો ઉપર હજુ કાર્યવાહી કરવામાં આવી નથી જે ભારે નવાઈ ભરી વાત છે જયારે કોઈ જગ્યાએ ભીનું સંકેળાયું હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે