*”તું મારી માં ને આટલી ઉંમરે કામ કેમ કરાવે છે” કહી માં ના બીજા પતિની કોદાળી ના ઘા ઝીંકી હત્યા કરતો પુત્ર. *
છોટાઉદેપુર ના સનાડા ગામની ઘટનાએ પંથકમા ચકચાર મચાવી. માતા એ પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી

“તું મારી માં ને આટલી ઉંમરે કામ કેમ કરાવે છે” કહી માં ના બીજા પતિની કોદાળી ના ઘા ઝીંકી હત્યા કરતો પુત્ર.
છોટાઉદેપુર ના સનાડા ગામની ઘટનાએ પંથકમા ચકચાર મચાવી. માતા એ પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી
છોટાઉદેપુર તાલુકાના સનાડા ખાતે ડુંગર ફળિયા માં રહેતા મરનાર દિનિયાભાઈ પોતાની પત્ની ગોહાયડીબેન સાથે રહે છે. ગત રોજ ગોહાયડીબેન ના પ્રથમ પતિના પુત્ર બુડિયાભાઈ એ તું મારી માં ને આટલી ઉંમરે કામ કેમ કરાવે છે. કહી ઉશ્કેરાઈને કોદાળી ના ઘા કરી હત્યા કરી દેતા પંથક માં ચકચાર મચી જવા પામી છે. માતા ગોહાયડી બેન એ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સનાડા ગામ ના ગોહાયડીબેન ના પતિ આશરે ત્રીસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. ત્રણ છોકરા અને બે પુત્રી ની માતા ગોહાયડીબેન એ પોતાના પતિના મૃત્યુ પછી ગામના જ દિનિયાભાઈ રાઠવાની બીજી પત્ની તરીકે રહેતી હતી. અને તેનો પુત્ર બુડિયાભાઈ અવારનવાર તેમના ઘરે આવતો હતો. ગત રોજ દિનિયાભાઈ અને ગોહાયડીબેન ના ઘરે બુડિયાભાઈ બપોર ના સમયે આવ્યો હતો. અને જમવાનું માંગતા પતિ પત્ની અને બુડિયાભાઈ સાથે જમ્યા હતા અને બુડિયાભાઈ ત્યાંજ આરામ કરતો હતો. સાંજના પાંચ ના સુમારે મરનાર દિનિયાભાઈ ન્હાવા બેઠો હતો અને પત્ની ગોહાયડીબેન ને આંગણા માં પડેલા લાકડા ભેગા કેમ કરતી નથી? તેમ કહેતા ગોહાયડી બેન નો પુત્ર બુડિયાભાઈ તું મારી મા પાસે આટલી ઉંમરે કામ કેમ કરાવે છે. એમ કહી ઉશ્કેરાઈને આંગણા માં પડેલી કોદાળી લઈ દિનિયાભાઈ ઉપર મરણતોલ ઘા કરતા દિનિયાભાઈ નું મૃત્યુ થયું હતું અને ગોહાયડી બેન ને પણ કોદાળી લઈ મારવા દોડ્યો હતો . તેમ ગોહાયડી બેન એ પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે છોટા ઉદેપુર ના જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. અને બુડિયાભાઈ ને અટકમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી