*આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનીરાસલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગેરહાજર રહેતા સેવા સમાપ્ત *
અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનીરાસલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગેરહાજર રહેતા સેવા સમાપ્ત
અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર ગાર્ગી જૈન
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને લીધી હતી.
આ આકસ્મિક મુલાકાત દરમિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાય હતા. આ ગંભીર બેદરકારીની નોધ લેતા કલેકટર એ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે.
તેઓની ગંભીર બેદરકારીની સામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ તાત્કાલિક કાર્યવાહી કરી 11 મહિનાની કરાર આધારિત સેવાઓ સમાપ્ત કરી હતી.