*છોટા ઉદેપુર નગર માં ઠેર ઠેર હોલિકા દહન કરાયુ*
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત આગેવાનો એ નગરની મુખ્ય સરકારી હોળી ખાતે પૂજન વિધિ કરી હોળી પ્રગટાવી

છોટા ઉદેપુર નગર માં ઠેર ઠેર હોલિકા દહન કરાયુ
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત આગેવાનો એ નગરની મુખ્ય સરકારી હોળી ખાતે પૂજન વિધિ કરી હોળી પ્રગટાવી
હિન્દુ સંસ્કૃતિ મુજબ હોળી ના તહેવારનું વિશેષ મહત્વ છે. આસુરી શક્તિ ઉપર પુણ્ય ના વિજય રૂપે ઉજવાતા આ પર્વમાં આજરોજ ફાગણ માસની પૂર્ણિમા એ છોટા ઉદેપુર નગર માં વિવિધ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. નગરમાં રજવાડી સમય થી મહત્વ ધરાવતા સરકારી હોળી લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિધિવત પૂજન વિધિ કરી હોળી પ્રગટાવી હતી. સાંસદ જશુભાઇ સહિત નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગરના આગેવાનો સૌરભભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે પોસ્ટ ઓફિસ ખાતે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા સહિત ના આગેવાનો એ હોલિકાદહન કર્યું હતું. છોટા ઉદેપુર નગર ના કિલ્લા મેદાન, લાયબ્રેરી રોડ, ક્લબ રોડ વિગેરે સ્થળો એ નગરજનો હોળી ના દર્શન કરી ધાણી અને શ્રીફળ લઈ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી.