*છોટા ઉદેપુર તાલુકાનાં હાંસડા ગામે બાબા ગોળીયા નો મેળો યોજાયો*
બડવાઓને કમરમાં લોખંડ ના ખીલા ઘોપી ચાકડે ફેરવવા માં આવ્યાં અને 5 અગ્નિ પરીક્ષા માંથી પસાર થયાં

સાચો બડવો કોણ?
છોટા ઉદેપુર તાલુકાનાં હાંસડા ગામે બાબા ગોળીયા નો મેળો યોજાયો
બડવાઓને કમરમાં લોખંડ ના ખીલા ઘોપી ચાકડે ફેરવવા માં આવ્યાં અને 5 અગ્નિ પરીક્ષા માંથી પસાર થયાં
છોટાઉદેપુર જિલ્લામાં આજેપણ ગામડાઓની અંદર ધાર્મિક પરંપરા મુજબ લોકો નો વહેવાર ચાલતો હોય છે. જે અંતર્ગત બડવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે ગામડાઓનો અંદર કોઈ માંદગી હોય અથવા મુશ્કેલી પડે તો બડવાનો સહારો લેવો પ્રથમ જાય છે પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે હોળી પર્વની અંદર બડવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનકો હોય ત્યાં પોહચી જાય છે તા 28ના રોજ છોટાઉદેપુર તાલુકાના હાંસડા ગામે આજરોજ તા 16/3/25 ના 5 બડવા ચાકડે ફરવા આવ્યા હતા અને અગ્નિ પરીક્ષા માંથી પસાર થયાં હતાં કપરી કસોટી બાદ ચાલુ વર્ષમાં 5 બળવા ઓને લોકો માનશે. જ્યારે તા 17/3/25 ને સોમવારના રોજ છોટાઉદેપુર તાલુકાના ચિસાડીયા ગામે પણ આજ વિધિ પ્રમાણે બાબા ગોળિયાનો મેળો યોજશે અને બડવા ઓની કસોટી થશે
છોટાઉદેપુર તાલુકાનું હાંસડા ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલુ હોય ત્યાં પેઢી દર પેઢીઓથી તથા દાયકા ઓથી બાબા ગોળીયાનો મેળો થાય છે એમાં લાકડામાંથી એક ચાકડો બનાવેલ હોય છે તેના ઉપર પરિક્ષા આપવાં આવેલ બડવા ને લટકાવવામાં આવે છે અને પછી ચારેય બાજુ સૌ ભેગા થઈને તેને ફેરવે છે એ સમયે ભારે મેદની જોવા અર્થે એકત્રિત થાય છે જે બડવાને ચાકડા ઉપર બાંધવામાં આવે છે એ બડવો બાબાદેવ કાળા ભરીમ ને મરઘાની બલી આપે છે
જ્યારે બડવાઓને ચાકડા ઉપર ચઢાવવામાં આવેછે ત્યારે પ્રથમ તેના કમ્મરના ભાગે લોખંડના વાંકા ખીલ્લા મારવામાં આવે છે જો એ સમયે લોહી નીકળે તો એ સાચો બડવો કહેવાતો નથી કોઈપણ બડવાને ફરજીયાત 9 વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે જો ન ફરેતો એને કોઈ માન પણ આપતું નથી
આજે તા 16 માર્ચના હાંસડા ગામે બાબા ગોળીયાનો મેળો યોજાયો તેના ચાકડે ચઢવા માટે 5 બડવા આવ્યા જેમાં (1) વેસ્તાભાઈ રાઠવા ચિલીયાવાંટ , (2) રેમાલીયાભાઈ ગમલાભાઈ રાઠવા ગામ કોલીયાથોર (3) કાળિયાભાઈ રાઠવા, ટૂંડવા (4) માકડિયા રમલીયાભાઈ રાઠવા ગામ હાંસડા (5) હરસિંહભાઈ રાઠવા કોલીયાથોર વગેરે બડવાઓ ધુણતા ધુણતાં બાબા ગોળીયાના ચાકડા પાસે આવ્યા હતા ત્યાં ધાર્મિક વિધિ થયા પછી સીધા તેને સૌ ભેગા થઈ કમરના ભાગે ખીલાં ભોકી એના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દેતા હોય છે અને ગોળ ફેરવવાનું ચાલુ કરતા આ દ્રશ્ય કંપારી ભર્યું ડરાવણું લાગે છે વર્ષોથી આ ચાલતી પ્રક્રિયામાં કોઈપણ દુર્ઘટના બની નથી ચાકડા પાસે થતી અગ્નિ પરીક્ષા ને લઈ ઘણા બડવા એમાં ભાગ લેવા આવતા નથી
સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી બળવાઓની કસોટી અર્થે ચીસાડિયા, ટીમલા અને હાસડા એમ ત્રણ જગ્યાએ મેળા થતાં હતાં તેમાં ટીમલામાં પુજારાનું ખૂન થઈ જતા મેળો બંધ થઈ ગયો છે જે 6 જેટલા વર્ષથી થતો નથી આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની અંદર દરેક વ્યક્તિઓ જુદી જુદી વિધિઓ કરી ને પોતાનું આરોગ્ય ધંધો રોજગાર સારો રહે એના માટે પ્રયત્ન કરે છે ભલે આપણે 21મી સદીની વાત કરતા હોય પરંતુ આજેપણ ગામડાઓની અંદર બડવા ભૂવાઓ પોતાનું વર્ચસ્વ અનેરું ધરાવે છે તેઓ દાણા દોરા મંતરી ને આપે છે તેનો ઉપયોગ ગ્રામીણ પ્રજા શ્રધ્ધા પૂર્વક કરે છે ઘણી વખત વહેમના વાદળોની અંદર આના પરિણામ પણ ઊંધા આવે છે ગામેગામ બડવાઓ આવેલ હોય છે
પ્રજા સમક્ષ બડવાઓ પોતાની ક્ષમતા પુરવાર કરવા અર્થે અનેક નાની મોટી વિધિઓ કરે છે અને બાબાદેવ કાળા ભરીમ ના આશીર્વાદ અવશ્ય તેઓ મેળવે છે જે બડવાઓ શરૂઆત કામગીરીની કરતા હોય તેઓ ચાકડા ઉપર ફરવા આવતા નથી
ગ્રામિણ આદીવાસી વિસ્તારોમાં હોળી પર્વ અતિ મહત્વ નું સ્થાન ધરાવતું હોય અને પારંપરિક રીત રિવાજો પ્રમાણે પર્વ ઉજવાતો હોય તેમાં ઘણું અચરજ જોવા મળે છે. ભલે આજે સૌ 21 મી સદી તરફ પ્રયાણ કરતાં હોય અને ફાસ્ટ ફોરવર્ડ અતિ આધુનિક યુગ ચાલતો હોય પરતું આદીવાસી સમાજમાં હજૂ પણ ઘણાં અંધશ્રદ્ધા ના બીજો રોપાયેલા જોવા મળે છે. અને તેઓ અનેક બાબતે બડવા ઓની સલાહ લેવા જાય છે. અને તેઓ કહે તેમ ધાર્મિક વિધિ પણ કરે છે.
જ્યારે બડવા ઓ પણ વર્ષમાં એકવાર હોળી પર્વ માં પ્રજા સમક્ષ પોતાની પરિક્ષા આપે છે. બળવા ઓને ગોળિયા ફેર ના ચાકડે બાંધી અછેટી ઓઢાડી પુજા સ્થાન પાસે લાવવામાં આવે છે કમર માં વાંકા ખીલા ઘોંપી ઊંધા ચાકડે ફેરવવામાં આવે છે. આ વિધિમાં દરેક બડવા એ નિયમ પ્રમાણે 9 વર્ષ જોડાવવું પડે છે. જે બળવો કમર માં ખીલા નાખવાથી કે ચાકડા ઉપર લટકવા થી ડરે તે સાચો કહેવાતો નથી. આ સમગ્ર વિધિ એક અગ્નિપરીક્ષા સમાન ગણાય છે