*છોટાઉદેપુરમાં ટ્રેલર (ડમ્પર)ની અડફેટે યુવાન મોતને ભેટ્યો *
રેતી ભરેલા ટ્રેલર (ડમ્પર) ના પાછલા વિલમાં અચાનક યુવાન આવી જતા બાઈક ચાલક યુવાન મોતને ભેટ્યો

છોટાઉદેપુરમાં ટ્રેલર (ડમ્પર)ની અડફેટે યુવાન મોતને ભેટ્યો
છોટાઉદેપુર ખાતે આજરોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું રેતી ભરેલા ટ્રેલર (ડમ્પર) ના પાછલા વિલમાં અચાનક યુવાન આવી જતા બાઈક ચાલક યુવાન મોતને ભેટ્યો છે
છોટાઉદેપુર નેશનલ હાઈવે નં 56 ઉપર નીરા હોટલ પાસે એક એક અકસ્માતને કરુણ ઘટના બની છે. જેમાં ઋતુરાજ ભાઈ ચૌધરી નામનો યુવાન પલ્સર બાઇક ઉપર જતા રેતી ભરેલા ટ્રેલર (ડમ્પર)ની અડફેટમાં આવતા મોતને ભેટ્યો છે.
આકસ્મિક ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બનેલા બનાવને જોવા લોકટોળા ઉમટી પડયા મૃતદેહ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે લાવવામાં આવ્યો હતો. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થતો હોય જ્યાં ટ્રાફિકની સમસ્યા વધુ હોય જેથી વારંવાર અકસ્માતના બનાવ બનતા આવ્યા છે અગાઉ પણ પેલેસ ચાર રસ્તા પાસે અકસ્માતના બનાવવામાં યુવાનોના જીવ ગયા છે જ્યારે ચાર રસ્તા પાસે ભારે સ્પીડમાં વાહનો અવરજવર કરતા હોય જેથી સ્ટિયરિંગ ઉપર ઘણી વાર કંટ્રોલ પણ રહેતો નથી અને અકસ્માત બનતા હોય છે જે ચાર રસ્તા તથા નગરમાંથી પસાર થતાં માર્ગ સુધી અંતરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠી છે અગાઉ આ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા પરંતુ તુરંત નીકાળી લેવામાં આવ્યા જેનું કારણ સુધી ખબર પડી નથી પરંતુ ફરી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો અકસ્માતોની વણઝાર અટકે તેમ છે