*નેશનલ હાઇવે ન 56 ઉપર આવેલ જર્જરિત પુલોનું તાત્કાલિક રીપેરીંગ તથા બાંધકામ કરવો — નારણ રાઠવા *
*નેશનલ હાઇવે ન 56 ઉપરના છોટાઉદેપુર - નસવાડી - ફેરકુવા - બોડેલી - ઉપર આવતા 12 જેટલા જર્જરિત પુલ*
નેશનલ હાઇવે ન 56 ઉપર આવેલ જર્જરિત પુલોનું તાત્કાલિક રીપેરીંગ તથા બાંધકામ કરવો — નારણ રાઠવા
મુખ્યમંત્રી ને લેખિત પત્ર લખી રજુઆત કરી
છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે ન 56 ઉપરના 12 જેટલા બ્રિજ જર્જરિત થઈ ગયા છે. જેને તાત્કાલિક રીપેરીંગ કરવા અને બાંધકામ કરવા પૂર્વ રાજ્યસભા સાંસદ અને રાજકીય અગ્રણી નારણભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે. જેમાં જણાવ્યું છે કે આદિવાસી જિલ્લાના 6 તાલુકાઓમાંથી પસાર થતો નેશનલ હાઇવે 56 ઉપરના પુલોનું નિર્માણ 80 થી 90 વર્ષ પહેલાં થયું હોય જેતે સમયે આ પુલો બાંધકામ વિભાગ સ્ટેટ સમયના હતા. અને તેનું સમારકામ તાત્કાલિક કરવામાં આવતું હતું. પરંતુ બાંધકામ વિભાગ નેશનલ હાઇવે માં તબદીલ કર્યા પછી આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.
જ્યારે સંકલન સમિતિ બેઠકમાં નેશનલ હાઇવે ન 56 રોડના ઓથોરિટી અધિકારીને પૂછવામાં આવે ત્યારે પુલો નવા બનાવવા માટે નેશનલ હાઇવે મંજુર થયો છે. તે નેશનલ હાઇવેના રોડનું કામ જ્યારે ચાલુ થશે તેની સાથે નવા પુલો બાંધવાનું કાંમ પણ ચાલુ કરવામાં આવશે તેવો જવાબ મળે છે. નેશનલ હાઇવે ઉપરના 12 જેટલા પુલો ખૂબ જર્જરિત છે. તેવા પુલો પૈકી પાવી જેતપુરના ભારજ નદી ઉપરનઓ પુલ તૂટી ગયો જેથી વાહનોને અને ટ્રકો ને 30 થી 40 કિલોમીટર ડાયવર્ઝન તરફ જવાનું થાય છે. જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ રસ્તો હેવી ટ્રાન્સપોર્ટ વ્યવહાર મુશ્કેલ છે.
- છોટાઉદેપુર જિલ્લાના પુલો ઉપર જીવન જોખમે વાહન વ્યવહાર ચાલે છે. પરંતુ જર્જરિત પુલો એક પછી એક ડેમેજ થતા જશે તો ડાયવર્ઝન આપવાની જગ્યા પણ મળશે. નહીં. જિલ્લાના પદાધિકારીઓ જનતા , વાહનમાલિકો તથા વેપારીઓ પ્રથમ તબક્કામાં નવા પુલો બનાવવાની માંગણી કરી છે. જે પૈકી (1) ભારજ પુલ સિહોદ ગામ (2) અલીરાજપુર નાકા ઓરસંગપુલ છોટાઉદેપુર (3) મેરિયા પુલ મુલધર ગામના બ્રિજને અગ્રિમતાના ધોરણે રાખવામાં આવે તથા બીજા તબક્કામાં રોડ બનાવવાની ગ્રાન્ટની ફાળવવી કરવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે લખેલ પત્રમાં નેશનલ હાઇવે 56 નું કામ બે તબબકમાં ક્યારે ચાલુ કરવામાં આવશે? અને તે માટે કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે? જે પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે બાંધકામ મંત્રીએ પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવા સૂચન કર્યા હતા.
વધુમાં પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાએ જણાવ્યું છે કે પાવીજેતપુર ખાતેનો ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા જિલ્લાના વેપાર ધંધાઓને અસર થઈ છે ટ્રાન્સપોર્ટેશન ના માધ્યમથી આવતો માલસામાન નિયમિત સ્થળ પર પહોંચી શકતો નથી અને ડીઝલ પેટ્રોલ તથા આર્થિક નુકસાન અને સમયનો બગાડ થાય છે જેના કારણે રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે જિલ્લા મથક સુધી પહોંચવું તથા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરવો ભારે મુસીબતનો સામનો કરવો પડે છે જેના કારણે વહેલી તકે આ તૂટી ગયેલા બ્રિજનું કામ મંજૂર કરવામાં આવે અને અન્ય બ્રિજ ડેમજ ન થાય તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. જો અન્ય બ્રિજોને નુકસાન થશે તો પ્રજા ક્યાં જશે?
નેશનલ હાઇવે ન 56 ઉપરના છોટાઉદેપુર – નસવાડી – ફેરકુવા – બોડેલી – ઉપર આવતા જર્જરિત પુલ
(1) ફેરકુવા પુલ (2) અંબાલાનો સોકટા પુલ (3) સુરખેડા નો સુવાલ પુલ (4) છોટાઉદેપુર ઓરસંગપુલ (5) દુમાલીનો ઝરવા પુલ (6) તેજગઢનો આની પુલ (7) પાવીનો વસવા પુલ (8) સિહોદનો ભારજ પુલ (9) મુલધરનો ભારજ પુલ (10) બોડેલીનો ઓરસંગપુલ (11) ખોડીયા નો ઉંચ્છ નદી પુલ અને કોસિન્દ્રનો ભરડા પુલ