છોટા ઉદેપુર

*છોટાઉદેપુરના દેવહાંટ ગામ પાસે ને.હા.56 ઉપર પુલની પેરાફીટનો ભાગ તૂટી પડ્યો અકસ્માતનો ભય*

થોડા સમય અગાઉ આજ બ્રિજની આજ લાઈનની પેરાફીટ ટ્રકની ટકકરે તૂટી ગઈ હતી જેનો તૂટેલો ભાગ તંત્ર દ્વારા નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ એની બાજુમાંજ ફરી પેરાફીટ તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો

છોટાઉદેપુરના દેવહાંટ ગામ પાસે ને.હા.56 ઉપર પુલની પેરાફીટનો ભાગ તૂટી પડ્યો અકસ્માતનો ભય

છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે આવેલ દેવ નદી ઉપર એક બ્રિજ પસાર થાય છે જે નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ છે આ બ્રિજ ઉપર આવેલી અજાણ્યા વાહનની ટકકરે તૂટી ગઈ હોય જેને 3 દિવસ થયા તેમ ગામલોકો જણાવી રહ્યા છે. પરંતુ આ બાબતેની રિપેરિંગ કામગીરી હજુ શરૂ કરવામાં આવી નથી જેના કારણે આવતા જતા વાહનચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. થોડા સમય અગાઉ આજ બ્રિજની આજ લાઈનની પેરાફીટ ટ્રકની ટકકરે તૂટી ગઈ હતી જેનો તૂટેલો ભાગ તંત્ર દ્વારા નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ એની બાજુમાંજ ફરી પેરાફીટ તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો

છે. અને વહેલી તકે આ પેરાફીટ નું રીપેરીંગ કરવામાં આવે જે આવશ્યક થઈ પડ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામ પાસે નેશનલ હાઇવે 56 ઉપર આવેલી પુલની પેરાફીટ એક વાહનની ટક્કરે ફરી તૂટી ગઈ હોય, જેને ગામલોકો દ્વારા જણાવ્યા અનુસાર 3 દિવસ થયા છતાં પણ નેશનલ હાઇવે ઑથૉરિટી દ્વારા કોઈપણ જાતની ચેતવણીના બોર્ડ ન લગાવામાં આવ્યા નથી લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ પાસે નેશનલ હાઇવે 56 ઉપર આવેલ પુલ પર બે દિવસ પહેલાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા વાહનનો અકસ્માત થયો હતો. ટ્રકના જોરદાર અકસ્માતને પગલે પુલની પેરાફીટ લગભગ 15 ફૂટ જેટલી તૂટી ગઈ છે. . . પરંતુ, ત્રણ દિવસ થવા છતાં નેશનલ હાઇવે ઑથૉરિટી દ્વારા હજુ સુધી પુલ પર ચેતવણી માટેના કોઈપણ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ હાઇવે ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, જેને લઇને કોઇ મોટો અકસ્માત થયા તેની દહેશત રાહદારીઓમાં જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના નેશનલ હાઇવે નંબર 56 તથા સ્ટેટ હાઇવે 62 ઉપર આવેલા મોટાભાગના બ્રિજ ર્જરીરિત હાલતમાં છે. જેને બેફામ રેતી ખનન તથા ભારે વર્ષો વીતી જતા ભારે નુકસાન થઈ ગયું છે જે જ્યારે બ્રિજો ની મરામત કરવી આવશ્યક થઈ પડી છે આ બાબતે પ્રજાના હિત ને ધ્યાને રાખી તંત્ર દ્વારા યોગ્ય સમયે અને તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે એ જરૂરી છે વારંવાર જુના બ્રિજોને નુકસાન થતા આવનારા સમયમાં વધુ નુકસાની ભોગવવી પડે જેની સમસ્યાનો ભોગ પ્રજાએ બનવું પડે તે પહેલા કામગીરી થઈ જાય તો પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!