*નેશનલ હાઇવે નં 56 તૂટી ગયેલા બ્રિજ પાસે બનાવવામાં આવી રહેલા ઓલ વેધર ડાઈવર્ઝન ની કામગીરી નું જિલ્લા કલેકટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ*
સાથે પાવી જેતપુર તાલુકાના સિહોંદ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંભવિત લાભાર્થી ની મુલાકાત લીધી

છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન એ ઓલ વેધર ડાઈવર્ઝન ની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ
સાથે સાથે પાવી જેતપુર તાલુકાના સિહોંદ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંભવિત લાભાર્થી ની મુલાકાત લીધી
આજરોજ છોટા ઉદેપુર ના નવા નિમાયેલા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નેશનલ હાઇવે નં 56 ઉપર તૂટી પડેલા બ્રિજ ના કારણે સરકાર દ્વારા ઓલ વેધર ડાઈવર્ઝન બનાવવા માં આવી રહ્યો છે જેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈન એ ચાલતી કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બાબતે અધિકારી અને કોન્ટ્રાકટર ને જરૂરી સૂચનો કર્યા હતા. હાલ ડાઈવર્ઝન ની કામગીરી જે ચાલી રહી છે અને મોટા વાહનો ને ગોળ ફેરો ફરીને જવું પડે છે જેથી વહેલી તકે ઓલ વેધર ડાઈવર્ઝન ની કામગીરી પૂર્ણ કરી રસ્તો શરૂ કરવામાં આવે એવી પ્રજાની માંગ ઉઠી છે.
પાવી જેતપુર તાલુકાના સિહોંદ ગામ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે ની યાદી મુજબ સંભવિત લાભાર્થી રમીલાબેન રાઠવાની પણ મુલાકાત લીધી હતી. હાલમાં જિલ્લામાં થતાં વિકાસના કામો ની જિલ્લા કલેકટર દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે.