છોટા ઉદેપુર

*વર્લ્ડ ટીબી ડે નિમિતે પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર CHC ખાતે રેલી, ટીબી સર્વે અને TB કોમ્યુનિટી મીટીંગ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી વર્લ્ડ ટીબી ડે ઉજવામાં આવ્યો* 

વર્લ્ડ ટીબી ડે નિમિતે પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર CHC ખાતે રેલી, ટીબી સર્વે અને TB કોમ્યુનિટી મીટીંગ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી વર્લ્ડ ટીબી ડે ઉજવામાં આવ્યો*

વડાપ્રધાન ના ટીબી મુક્ત ભારત સરકાર શ્રી તરફથી 2025 માં ટીબી નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત NTEP વિભાગ છોટાઉદેપુર જિલ્લા ખાતેથી પાવીજેતપુર તાલુકાના આરોગ્ય ડિપાર્ટમેન્ટ ના સહયોગથી પાવીજેતપુર Chc ખાતે વર્લ્ડટીબી ડે રેલી, Acf સર્વે ટીબી સ્ક્રિનિંગ અને કોમ્યુનિટી મીટીંગ રાખવામાં આવી હતી જે સંદર્ભે પાવીજેતપુર સીએસસીટી રેલી કાઢી બજારમાં તીન બતી સુધી અને ત્યારબાદ પાવી જેતપુર ગામના અને આજુબાજુના વિસ્તારના ટીબી શંકાસ્પદ દર્દી શોધવા માટે અલગ અલગ ટીમ બનાવી ટીબી નું સર્વે કરવામાં આવ્યું ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર ,CHO, mphw,એસ આઈ ના સ્ટુડન્ટ, નર્સિંગ ની વિદ્યાર્થીનીઓ,આશા વર્કર બહેનો દ્વારા ટીબીનું સર્વે કરવામાં આવ્યું તેમજ ChC પાવીજેતપુર ખાતે સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા કોમ્યુનિટી મીટીંગ નું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેવી કે ટીબી ના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું વગેરે લક્ષણો વિશે માહિતી આપવામાં આવી, નિદાન સારવાર અને સરકારશ્રી તરફથી આપવામાં આવતી નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી પાવી જેતપુર તાલુકામાં વિશ્વશય દિવસ ઉજવવામાં આવ્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!