મહીસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા નું મોટી સરસણ આયુષ્માન આરોગ્ય મંદિર NQAS સર્ટિફિકેટ પ્રાપ્ત થયું.
મોટી સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેશન અંગેની રાષ્ટ્રીય કક્ષાની ટીમ મહીસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણ માં સપ્ટેમ્બરમાં આવી હતી.જેમાં એન કયું એ એસ સર્ટિફિકેશન માટે ગૂણવતાસભર સેવાઓ અંગેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફીમલે હેલ્થ વર્કર , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ,આશા બેનો એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સી આર પટેલ , એ ડી એચ ઓ ડો સી આર પટેલીયા,ડી કયું એમ ઓ ડો અલ્પેશ ચૌધરી,તાલુકા હેલ્થ ઓફિસર સંતરામપુર તેમજ મેન્ટર ડો સંજય પટેલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો જીજ્ઞાશા ખાંટ તથા આયુષ મેડિકલ ઓફિસર ડો શૈલીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણ એ એન કયું એ એસ અંતર્ગત 93.01% મેળવી જિલ્લા તથા તાલુકા નું નામ આરોગ્ય ક્ષેત્રે રોશન કરી નેશનલ ક્વોલિટી સર્ટિફિકેસન મેળવ્યું.