ગોધરા- SOG પોલીસે માદકદવા કોડીની ૧૨૦ જેટલી બોટલો સાથે એક ઈસમને આકાશવાણી કેન્દ્ર પાસેથી ઝડપ્યો
મેદાનમાંથી નશીલી દવા કોડીનની ૧૨૦ નંગ જેટલી બોટલો મળી રૂા.૧,૨૬,૪૨૦ લાખના ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
ગોધરા,
ગોધરા આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી નશીલી દવા કોડીનની ૧૨૦ નંગ જેટલી બોટલો મળી રૂા.૧,૨૬,૪૨૦ લાખના ના મુદ્દામાલ સાથે એક આરોપીને પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ પોલીસ દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પંચમહાલ જીલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચનાઓ આપી હતી, જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી મળી હતી, આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા તથા શ્રી બી.કે. ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી. સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી આકાશવાણી કેન્દ્ર ગોધરાની પાસે આવેલ ખુલ્લા મેદાનમાં આરોપી ફૈઝાન હસન હેબટ રહે.સલામત સોસાયટી, લીલેસરા રોડ, ગોધરા, જી.પંચમહાલને તેના કબજાની યામાહા બાઇક પર નશીલી દવાઓની બોટલો નંગ-૧૨૦ તેમજ બાઈક મળીને રૂપિયા ૧,૨૬,૪૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી આરોપી વિરુધ્ધ ગોધરા ટાઉન બી પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી હતી,