*મધ્ય પ્રદેશ માંથી આયશર માં લવાતો 10 લાખ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો*
કવાંટ વિસ્તારના ચાપરીયા ગામે રોડ ઉપરથી આઇસર ટેમ્પોમાંથી ડાલામાં ચોરખાના માંથી રૂ.૧૦,૨૩,૫૦૦/- નો વિદેશી દારૂ તથા આઇસર ટેમ્પા સાથે ઝડપી પાડતી LCB પોલીસ

કવાંટ વિસ્તારના ચાપરીયા ગામે રોડ ઉપરથી આઇસર ટેમ્પોમાંથી ડાલામાં ચોરખાના માંથી રૂ.૧૦,૨૩,૫૦૦/- નો વિદેશી દારૂ તથા આઇસર ટેમ્પા સાથે ઝડપી પાડતી LCB પોલીસ
કવાંટ તાલુકાના ચાપરિયા ગામે થી છોટા ઉદેપુર એલસીબી પોલીસ ને આશયર ટેમ્પાના ચોરખાના માંથી રુ. 10 લાખ થી વધુ કિંમત નો વિદેશી દારૂ તેમજ આયશર ટેમ્પો જેની કિંમત આશરે 10 લાખ આમ કુલ 20 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. એલસીબી પોલીસ ને મળેલી બાતમી ના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર બાજુથી ભરી કવાંટ, નસવાડી થઈને વડોદરા તરફ જનાર છે. તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે કવાંટ ખાતે ડોન બોસ્કો ચોકડી પાસે રોડ ઉપર નાકા બંધી કરી હતી. અને આઇસર ટેમ્પો આવતા જ નસવાડી ચોકડી ચાર રસ્તા થઈને નસવાડી રોડ તરફ ભગાવતા તેનો પીછો કરતાં ચાપરીયા ગામ નજીક જતાં આઇસર ટેમ્પાનો ચાલાક પોતાનો ટેમ્પો રોડ ઉપર ઉભો રાખી ભાગી ગયો હતો આઇસર ટેમ્પાના પાછળના ભાગે ડાલામાં બનાવેલ ચોરખાનાની પ્લેટ ખોલી જોતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ પેટી નંગ-૧૯૯ કુલ બોટલ નંગ-૬,૧૮૬ ની કુલ કિ.રૂ.૧૦,૨૩,૫૦૦/ -નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસરનો મળી આવ્યો હતો તેમજ આઇસર ટેમ્પો નંબર-GJ-23-AW-4466 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂપિયા-૨૦,૨૩,૮૦૦/- ના મુદામાલને કબ્જે કરી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.