*11 મોટર સાયકલ ચોરી કરનાર ગેંગ નો પર્દાફાશ*
છોટા ઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળી સફળતા

11 મોટર સાયકલ ચોરી કરનાર ગેંગ નો પર્દાફાશ કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી અને મધ્યપ્રદેશમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે કિશોર ઝડપાયા
છોટાઉદેપુરના નસવાડી, પાનવડ, કવાટ, તથા રાજ્યના અંકલેશ્વર હાલોલ ઘોઘંબા તથા વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર માંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે રાજ્ય બહારના કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરને ડિટેઇન કરી કુલ 11 અનડિટેક્ટ ગુના ડીટેકટ કરી 11 મોટરસાયકલ છોટાઉદેપુર એલ સી બીએ શોધી કાઢ્યા છે.
રાજ્યમાં બનતા વણ શોધાયેલા ગુનાઓ શોધવા જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શનને આધારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંગે છોટાઉદેપુર એલસીબી પીઆઇ એમ એફ ડામોર તથા સબ ઇન્સ્પેક્ટર જે ડી રાઠોડ સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન બાતમી મળેલ કે બે મહિના પહેલા પાનવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ મોટરસાયકલ લઈને બે ઈસમો સુરખેડા ગામ બાજુથી છોટાઉદેપુર આવનાર છે જે અન્વયે રૂનવાડ ગામેં રોડ ઉપર વોચમાં હતા તે સમય દરમિયાન બાતમી અને હકીકત વાળી મોટરસાયકલ લઈને બે ઈસમો આવતા હોય તેને ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા રોકાયેલ નહીં અને પોતાની મોટરસાયકલ થોડે દૂર ઉભી રાખી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેઓને પીછો કરી પોલીસે ઝડપી લીધા હતા સદરી પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશરો પાસે મળી આવેલ બજાજ કંપનીની pulsar મોટર સાયકલ જેના આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેની તપાસ કરતા આ મોટરસાયકલ ખડકવાડા છોટાઉદેપુર ખડખડ ગામના દ્વારકેશ કૈલાશભાઈ રાઠોડ ની હોવાનું જણાઈ આવ્યું હતું. જે અંગે પકડાયેલ કિશોરોને પૂછપરછ કરતા દોઢ મહિના પહેલા ડુંગર ગામ પાસેથી રાત્રિ દરમિયાન ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
સદર બાબતે વધુ પૂછપરછ કરતા કિશોરોએ કબૂલ્યું હતું કે તેઓએ તેમના મિત્રો સાથે ભેગા મળી ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ મોટરસાયકલ ની ચોરી કરી હતી અને ચોરી કરેલ 10 મોટરસાયકલ અલગ અલગ જગ્યાએ સંતાડી રાખી હતી જ્યારે પોલીસે કુલ 11 મોટરસાયકલ કબજે કરી જેની કિંમત ₹5,74,000 મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 કુલ ₹5,84,000/- કબજે કર્યા છે જ્યારે અન્ય 8 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને 10 ગુનાઓ શોધી કાઢી મોટી સફળતા છોટાઉદેપુર એલસીબી પોલીસે મેળવી હતી