છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ ગામોમાંથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 12 ટ્રેક્ટરોને ઝડપી પાડયા છે.
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનિજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુડા-અલસીપુર ,સિહોદ, સીમલીયા, માંકની,વિસ્તાર માંથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ ૧૨ જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 60 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓ અને ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.