છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ વિધિવત રીતે ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન

ડી જે ના તાલે નાચગાન સાથે ભગવાન ગણેશને વિનમ્ર ભાવથી વિદાય અપાઈ સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું

ડી જે ના તાલે નાચગાન સાથે ભગવાન ગણેશને વિનમ્ર ભાવથી વિદાય અપાઈ સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં વિધિવત રીતના ભાદરવી ચોથ ના દિવસે ભગવાન શ્રી ગણેશ ની સ્થાપના કરવામાં આવી હતી છોટાઉદેપુર નગર સહિત પાવીજેતપુર સંખેડા નસવાડી કવાટ બોડેલી સહિતના તાલુકાઓમાં ભગવાન શ્રી ગણેશ ની પૂજન અર્ચન સાથે સ્થાપના કરી સમગ્ર વાતાવરણ મય બન્યું હતું જ્યારે યુવક મિત્ર મંડળ અને બાળમિત્રો મંડળોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાનના ધાર્મિક કાર્યક્રમમાં આનંદ માણ્યો પરંતુ આજ રોજ દસ દિવસનું અતિથ્ય ભોગવી ભાદરવી ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશ વિદાય લીધી હતી. અને જિલ્લા વાસીઓ દ્વારા નમ આંખોથી ભગવાન ની પ્રતિમાને જિલ્લામાં આવેલ નદીઓમાં વિસર્જિત કરવામાં આવી હતી. ડી જે ના તાલે નાચગાન સાથે ભગવાન ગણેશને ને વિદાય આપી જ્યારે ગણપતિ બાપ્પા મોરિયા,, અગલે બરસ તુ જલ્દી આ ના જયઘોસ સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું.


છોટાઉદેપુર જિલ્લામાં જાહેર જગ્યાઓ પર અંદાજે 400 કરતા વધુ જગ્યાઓ ઉપર ભગવાન વિઘ્નહર્તા ગણેશની વિવિધ સ્વરૂપોમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને દસ દિવસથી પૂજન અર્ચન અને ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ સાથે છોટાઉદેપુર નગર તથા જિલ્લાના વિવિધ વિસ્તારો માં ધાર્મિક વાતાવરણ ફેલાયું હતું અને સમગ્ર જિલ્લામાં અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ ગણેશ ઉત્સવને દસ દિવસ પૂર્ણ થતા ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા વીસર્જિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા ની નિગરાની હેઠળ ભગવાન ગણેશને વિદાય આપવામાં જિલ્લા પોલીસ ખડે પગે તેનાત રહી હતી. હાલમાં ચોમાસાની સિઝન હોય નદીમાં પાણી હોય અને રેતી માફિયાઓ દ્વારા ઊંડા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હોય જેનો ખ્યાલ રહેતો નથી જેથી યુવાનોએ પ્રતિમા વિસર્જિત કરતી વખતે કાળજી રાખવાની સૂચના યુવાનોને આપવામાં આવી હતી.

છોટાઉદેપુર નગરમાં ભગવાન શ્રીજી ની પ્રતિમા વિશાળ હોય અને ભારે હોય જેથી ક્રેનથી ઊંચકીને વિસર્જિત કરવામાં આવી હતી તથા પણ ટ્રેકક્ટરોમાં મૂકવામાં પણ આવી હતી જ્યારે ચાલુ વર્ષ દરમિયાન ડીજે ની ભારે બોલબાલા રહી હતી જૂની બેન્ડ સિસ્ટમ જોવા મળી ન હતી. જ્યારે ડીજે ના તાલે યુવાનો જુમી ઉઠ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!