છોટા ઉદેપુર

જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશ્યેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રિ-ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો.

જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશ્યેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રિ-ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો

છોટાઉદેપુર

જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઈકોયુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઈનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન સંરક્ષક માટે ફ્રી તાલિમ આપવામાં આવી હતી ત્યારબાદ આજે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ એક પ્રિ- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય ના ચાર ઝોન માં જેમ કે મધ્ય ઝોન ની ગોધરા ખાતે, ઉતર ઝોન ની ગાંધીનગર , સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ ખાતે અને દક્ષિણ ઝોન ની સુરત ખાતે યોજાનાર છે તેમાં છોટાઉદેપુર જિલ્લા ના યુવાનો ફીઝીક્લ ટેસ્ટ માટે જનાર ઉમેદવાર નુ આજે સવારે 6 કલાકે એક પ્રિ – ટેસ્ટ રાખવા માં આવ્યો હતો જેમાં પુરુષ ઉમેદવાર 150 જેટલા અને મહિલા ઉમેદવાર 26 જેટલી ઉપસ્થિત રહ્યા હતાં જેમાં પાસ થયેલ છે એમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વન રક્ષક ભરતી માં ફિઝિકલ ટેસ્ટ માં સફળતા પુર્વક કવોલિફાઈડ થાય તેવા પ્રયત્નો કરવા આવ્યા હતા.
આજરોજ યોજાયેલ પ્રિ -ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ મા છોટાઉદેપુર RFO નિરંજનભાઈ રાઠવા, રંગપુર RFO વિઠ્ઠલભાઈ તથા સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા પાણીબાર વાળા ડો.જયેશ રાઠવા મલાજા જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ ગોપાલ ભાઇ રાઠવા ,પેરા કમાન્ડો લલિતભાઇ રાઠવા અને દેશ સેવા માં ફરજ બજાવતા સૈનિક હાલ રજા પર આવેલા ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી આવનાર ભરતી વિષે ધ્યાનમાં રાખવા ની થતી કાળજી બાબતે માર્ગદર્શન પૂરું પાડી અને વધુ માં વધુ ઉમેદવાર પાસ થાય એવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!