છોટાઉદેપુર ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ
છોટાઉદેપુર ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લામા પ્રથમ વારલીગ ફુટ બૉલ ટુર્નામેન્ટનું આયોજન ડૉન બૉસ્કોના માજી વિદ્યાર્થી સંઘ છોટાઉદેપુર દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું છોટાઉદેપુર જિલ્લામાં ફુટબૉલની જનની એવી ડૉન બોસ્કો છોટાઉદેપુર ખાતે 18 ઑગસ્ટ 2024ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી 10 ટીમમાં ટોટલ 200 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડનું આયોજન દર રવિવારે કરવામાં આવતું હતું. રવિવાર દરમ્યાન 22 મેચના અંતે ફાઇનલ મેચ ટ્રાઈબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સીટી ફૂટબોલ કલબ વચ્ચે રમાઈ હતી. જેમાં ટ્રાઈબલ ફૂટબોલ ક્લબ 3-2 ગોલથી વિજેતા જાહેર થઈ હતી. જેઓને ટ્રોફી તેમજ રૂપિયા 10,000 હજાર રોકડ ઇનામ જ્યારે અંબાલા સીટી ફુટબોલ ક્લબ રનર્સઅપ રહી જેઓને ટ્રોફી તેમજ રૂપિયા 5,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
જેમાં બેસ્ટ ગોલ કીપર-શૈલેષ રાઠવા,
પ્લેયર ઓફ ટુર્નામેન્ટ- રામસિંગ જીરમા રાઠવા બેસ્ટ સ્કોરર- વેચાતભાઈ રાઠવા
જેમા અતિથિ વિશેષ તરીકે હાલ મોડલ સ્કૂલ ઘોઘંબાના પ્રિન્સિપાલ તેમજ ડૉન બૉસ્કો છોટાઉદેપુરના માજી વિદ્યાર્થી તેમજ અતિથિ વિશેષ તરીકે રમીલાબેન રાઠવા જેઓ શિક્ષિકા છે. તેમજ માજી વિદ્યાર્થી છે. જેઓ હાજર રહી રમતવીરોનો તેમજ માજી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર લીગ ટૂર્નામેન્ટ દરમિયાન દર રવિવારે મોટી સંખ્યામાં માજી વિદ્યાર્થીઓ હાજરી આપતા હતા. તેમજ દરેક રવિવારે મેચની શરૂઆત માટે ડોન બોસ્કો હાઇસ્કૂલના સફળ માજી વિદ્યાર્થીઓ તેમજ સમાજમાંથી આગળ અભ્યાસ કરી સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ સમાજ સેવા આપતા માજી વિદ્યાર્થીઓ , સરપંચો, માજી સૈનિક,શિક્ષક ,પોલીસ, ડૉક્ટર, જંગલ ખાતાના અધિકારી વગેરે હાજર રહી રમત ગમત માટે રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમ ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘનાં ડો.રમેશ રાઠવાએ જણાવ્યું હતું.